કાર્યક્રમ:વાપીમાં કોરોગેટેડ બેડ નેવી-હોસ્પિટલમાં મોકલનારનું સન્માન

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • VIAની ઇસી બેઠકમાં Dysp નું પણ સન્માન કરાયું

વાપી વીઆઇએમાં યોજાયેલી ઇસી મિટીગ દરમિયાન રાષ્ટ્રપતિ દ્વારા પ્રસંશનીય સેવા મેડલથી સન્માનિત એવા વાપી ડીવાયએસપી વીરભદ્રસિંહ જાડેજાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે કોવિડ 19ની મહામારીમાં રીયા સુનિલભાઇ શાહે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અંતગર્ત અનોખી ગ્રીન આઇડીયાના ઇકોફ્રેન્ડલી ડીઝાઇન પ્રોડકશન દ્વારા બનાવેલા કોરોગેટેડ બેડની ઇન્ડિયન નેવી અને જુદી-જુદી હોસ્પિટલો,પોલીસ વિભાગ તેમજ કોવિડ 19ના આઇસોલેશનના વોર્ડમાં પુરા પાડયા હતાં. આ બંનેનુ વીઆઇએ પ્રમુખ પ્રકાશ ભદ્રા,સેક્રેટરી સતિષ પટેલ, ટ્રેઝરર મુન્નાભાઇ શાહ,પાલિકા પ્રમુખ વિટ્ઠલ પટેલ,કમલેશ પટેલ સહિત ઉદ્યોગપતિઓએ સન્માન કર્યુ હતું. જયારે ડીવાયએસપી વીરભદ્રસિંહ જાડેજાને અત્યાર સુધીની સેવામાં 200 જેટલા એવોર્ડ મેળવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...