નિર્ણય:અતિ ભારે વરસાદના કારણે મંગળવારે તમામ શાળાઓમાં રજા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન વર્ગો માટે આયોજન કરવા જણાવાયું છે

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે સોમવારે સવારે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાના આચાર્યોને વરસાદના કારણે શાળાઓમાં રજા આપી દેવાનો આદેશ કર્યો હતો. જેના કારણે વિદ્યાર્થીઓે વરસાદમાં ફંસાવવાના બનાવો ઓછા બન્યાં હતાં. મંગળવારે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેથી મંગળવારે જિલ્લાની તમામ શાળાઓમાં રજા રહેશે. વાપી સહિત વલસાડ જિલ્લાનાં છેલ્લાં ત્રણ દિવસથી સતત મેઘરાજા વરસી રહ્યાં છે. રવિવાર રાત્રની મેઘરાજાએ તોફાની બેટિંગ જારી રાખી હતી. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં.

રાજય સરકારની સૂચના મુજબ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ આચાર્ય, મુખ્ય શિક્ષક, પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક (સરકારી ગ્રાન્ટેડ, ખાનગી)ઓને એક પરિપત્ર મોકલ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના કારણે અવર-જવર કરવાની મુશ્કેલી તથા નદી,નાળામાં પુરની પરિસ્થિતિ અને નીચાણવાળા વિસ્તારોમાં પામી ભરાઇ જવાની પરિસ્થિતિના કારણે તમામ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.

ઘરેથી શાળાએ આવવા કોઇ વિદ્યાર્થી નિકળી નહિ એવી સૂચના આપવામાં આવી હતી. આ સાથે સોમવારે વરસાદી માહોલ જારી રહેતાં મંગળ‌વારે પણ વલસાડ જિલ્લાની પ્રાથમિક-માધ્યમીક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ વિભાગે રજા જાહેર કરી છે. ઓનલાઇન વર્ગો માટે શાળાઓને જાણ કરાઇ છે.

વરસાદના કારણે નિર્ણય લેવાયો છે
જે શાળાઓમાં ઓનલાઇન વર્ગો ગોઠવી શકાય તેમ છે ત્યાં ઓનલાઇન વર્ગોનું આયોજન કરી શકાશે. અતિભારે વરસાદના કારણે સોમવારની જેમ મંગળવારે પણ તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. - બી.બી.બારિયા, પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડ

અન્ય સમાચારો પણ છે...