હોળીના પર્વ નિમિતે છેલ્લા ચાર-પાંચ વર્ષથી ઘણી સંસ્થાઓના પ્રયાસના કારણે વૈદિક પરંપરાગત રીતે હોળી પ્રગટાવવાની પરંપરા શરૂ થઇ છે. વાપીના ગોદાલ નગરમાં 24 વર્ષથી હોળી પ્રાગટય ઉત્સવ ઉજવામાં આવે છે, પરંતુ સૌ પ્રથમ વખત અહી વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે સુરત પીપોદરા ગૌશાળાથી 750કિલો ગોબર સ્ટિક મંગાવામાં આવી છે. હોળી ઉત્સવની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
વાપી ગોદાલ નગર કોપરલી ખાતે સંવત 2056 તાં.19-3-2000 હોળી પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેને 23 વર્ષ પૂર્ણ થયા છે. દર વર્ષે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ વખતે 24માં વર્ષે વૈદિક હોળી ગોબર સ્ટીકથી કરવામાં આવશે. આ માટે સુરત -પીપોદરા ગૌશાળાથી આશરે 750 કીલો ગોબર સ્ટિક મંગાવવામાં આવી છે જે 6 માર્ચ સોમવારે સાંજે 7.45 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે.
સ્થાનિક આગેવાન રોહિતભાઇ સોમપુરાએ જણાવ્યું હતું કે 24માં વર્ષે વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતથી 750 કીલો ગોબર સ્ટિક મંગાવવામાં આવી છે.હોળી પ્રગટાવવાનો મૂળભૂત ઉદેશ્ય વાતાવરણને શુધ્ધ કરવાનો હોય છે.
દેખાદેખીમાં અનેક સોસાયટીના લોકો જુદા જુદા અને અનેક પ્રકારના લાકડાઓ સળગાવીને વાતાવરણમાં પ્રદુષણ ભેળવીયા કરતા હોઇએ છીએ. ઘણાં સંગઠનો સોસાટટીઓ દ્વારા છાણમાંથી બનેલી સ્ટિક ગોઠવીને હોળી તૈયાર કરવામાં આવે છે,પૌરાણિક રીતે અને મૂળભૂત પરંપરા પ્રમાણે હોળી પ્રગટાવી શકે તે હેતુથી મિલેટ મટકામાં મુકવા માટે 20 કિલો અને 50 કિલોની કીટ તૈયાર કરવામાં આવે છે. આમ વાપીના ગોદાલ નગરમાં આ વર્ષે ગોબરની સ્ટીકથી હોળી પ્રગટાવાશે. જ્યારે વાપી ટાઉન વિસ્તારમાં પારંપરીક રીતે હોળી પ્રગટાવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.