એનાલિસીસ:વાપીમાં છેલ્લા 4 વર્ષમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2019માં 98.77 ઇંચ , 2020માં 73.71 ઇંચ વરસાદ થયો હતો

વાપી સહિત વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજા મન મુકીને વરસ્યાં છે. ખાસ કરીને વાપી તાલુકાનો વરસાદ 100 ઇંચ કરતાં વધુ નોંધાયો છે. છેલ્લા ચાર વર્ષમાં (સિઝનનો કુલ વરસાદ) 31 ઓગષ્ટ સુધીમાં આ વર્ષે 103 ઇંચ જેટલો સૌથી વધુ વરસાદ પડ્યો છે. હજુ પણ વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. વધુ વરસાદના કારણે ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

વાપી શહેર અને તાલુકામાં છેલ્લા થોડા વર્ષોના આંકડા મુજબ સરેરાશ 87 ઇંચ જેટલો વરસાદ પડે છે, જેમાં જુલાઇ અને ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ પડતો હોય છે પરંતુ છેલ્લા ચાર વર્ષની તુલનાએ આ વર્ષે ઓગસ્ટ સુધીમાં સૌથી વધુ વરસાદ પડયો છે. આ વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં 103.16 ઇંચ વરસાદ પડ્યો છે. પાછલા વર્ષોની સરખામણીએ સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

હજુ સપ્ટેમ્બર માસમાં પણ વરસાદની આગાહી છે. જેથી વાપી શહેર અને તાલુકાનો વરસાદ આ વખતે વધુ રેકોર્ડ કરશે એવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે વાપી તાલુકામાં સપ્ટેમ્બર માસ સુધી વરસાદ પડે છે. આ વર્ષે પણ વરસાદ સપ્ટેમ્બર માસમાં વરસાદી ઝાંપટા પડી રહ્યાં છે. આમ વાપી સહિત વલસાડ જિલ્લામાં આ વર્ષે સરેરાશ 100 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ કપરાડામાં 146 ઇંચ અને સૌથી ઓછો ઉમરગામમાં 78 ઇંચ
વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં વરસ્યો છે. સિઝનનો કુલ 146.44 ઇંચ (3661 એમ.એમ,)નંધાયો છે. 150 ઇંચમાં માત્ર 4 ઇંચ વરસાદ બાકી રહ્યો છે. જયારે સૌથી ઓછો ઉમરગામમાં (1957એમ.એમ.) 78.28 ઇંચ વરસાદ નોંધાયો છે. ધરમપુર તાલુકામાં (2979એમ.એમ.) 119.16 ઇંચ, પારડી માં (2430એમ.એમ.) 97.2 ઇંચ વરસાદ , વલસાડ માં (2314એમ.એમ.) 92.56 ઇંચ અને વાપીમાં ( 2579 એમ.એમ.) 103.16 ઇંચ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...