લોકડાઉન:દમણથી દીવ માટે હેલિકોપ્ટર સેવાને મળી લીલી ઝંડી આપી, દીવમાં ફ્લાઇટ સેવા પણ શરૂ

વાપી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને લઇને બે માસ સુધી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફલાઇંટ સેવા બંધ રાખવામાં આવી હતી. સોમવારથી નેશનલ અને ઈન્ટરનેશનલ ફલાઇટ સેવા કેટલીક શરતોને આધિન ચાલું કરવામાં આવી છે. સંઘપ્રદેશ દીવમાં આ બંને સેવા ચાલુ કર્યા બાદ ગુરૂવારે દમણ પ્રશાસનના  સીવિલ એવિયેશનના જોઇન્ટ સેક્રેટરી આશિષ મોહને એક અખબારી યાદી દ્વારા જાણ કરી છે કે, દમણ અને દીવના લોકો હવે હેલિકોપ્ટર સેવાનો લાભ શુક્રવારથી લઇ શકશે. દમણ અને દીવ વચ્ચે હેલિકોપ્ટર સેવા પુન: શરૂ કરવામાં આવી છે. બીજી તરફ દીવમાં ફ્લાઇટ સેવા પણ શરૂ થઇ ગઇ છે. હવે દમણથી દીવ જવા માટે હેલિકોપ્ટર સેવા મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...