તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:વાપીમાં પણ સાંજે ધોધમાર વરસાદ, થોડા દિવસો ચાલુ રહે તો ખેડૂતોના પાકને રાહત

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી સહિત વલસાડ જિલ્લામાં ખેડૂતો વરસાદની રાહ જોઇને બેઠા છે.વરસાદ ખેંચાતા ખેડૂતો મૂંઝવણમાં છે. ત્યારે મંગળવારે વાપી શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો. મોડી સાંજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેને લઇ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી. મોડી રાત્ર સુધી વરસાદ ચાલુ રહ્યો હતો.

ખેડૂતોના પાકને રાહત થઇ શકે તેમ છે
મુંબઇમાં ભારે વરસાદ પડયા બાદ મંગળવારે વલસાડ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયુ હતું. ઘણાં દિવસોથી વરસાદની રાહ જોવાતી હતી. વરસાદની એન્ટ્રી સાથે ઠંડકથી લોકોએ રાહત અનુભવી હતી. વાપી તાલુકામાં મોડી સાંજે શરૂ થયેલો વરસાદ રાત્ર સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે જન-જીવનને અસર થઇ હતી. વરસાદ ખેંચાતા ખેડૂતો મૂંઝવણમાં છે.ત્યારે આ વરસાદ થોડા દિવસો ચાલુ રહે તો ખેડૂતોના પાકને રાહત થઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...