તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:વાપી ગ્રીન એન્વાયરોએ કથિત 10 કરોડનું ઉઘરાણું કર્યું છે કે નહિ ? તપાસ કમિટી શોધી રહી છે પુરાવા

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીઈટીપીમાં ડિસ્ચાર્જ વોલ્યુમ વધારાવા એકમો પાસે રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ
  • તપાસ કમિટી 2 દિવસ સુધી રોકાઈ ઉદ્યોગપતિઓને સાંભળી વીસીએમડીને રિપોર્ટ કરશે

વાપી ગ્રીન એન્વાયરોના બે ડિરેકટરો અને પૂર્વ ડિરેકટરે કેટલાક ઉદ્યોગપતિઓ પાસે સીઇટીપીમાં વધુ ડિસ્ચાર્જની મંજુરીના નામે મોટી રકમની કથિત ઉઘરાણી બાબતે ગાંધીનગરની તપાસ કમિટીએ વાપીમાં બે દિવસનાં ઘામા નાંખ્યા છે. જેઓ ઉદ્યોગપતિઓની ફરિયાદને સાંભળશે તપાસ કમિટીએ મંગળવારે વાપી જીઆઇડીસી કચેરીનાં કોન્ફરન્સ હોલમાં કમિટીનાં ભરત જૈને માહિતી આપી હતી કે અમે બે દિવસ સુધી અહીં જ રોકાવાનાં છે. આ બાબતે ઉદ્યોગપતિઓની કોઇપણ ફરિયાદ હોય તો પુરાવા સાથે રજુઆત કરી શકે છે. જેઓએ રૂબરૂ ન મળવું હોય તો ઇમેલ દ્વારા પણ ફરિયાદ કરી શકે છે.

એવું જણાવ્યું હતું. આમ કમિટીએ વાપીમાં આવી મેમ્બરોના નિવેદનો લેવાની કામગીરી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. સમગ્ર તપાસ કર્યા બાદ આ રિપોર્ટ વીસીએમડી સમક્ષ રજુ કરાશે. ત્યારબાદ વીસીએમડી આ કેસમાં ફાઇનલ નિર્ણય લેશે તેવું કહયું હતું.જો કે હવે જોવું રહ્યું કે, કથિત ઉઘરાણી બાબતે શુ પરિણામ આવશે.હાલમાં વાપીનાં ઉદ્યોગકારોમાં વાપી સીઇટીપીમાં વધુ ડિસ્ચાર્જની મંજુરીના નામે ગ્રીન એન્વાયરોના બે ડિરેકટરો અને પૂર્વ ડિરેકટરે ઉદ્યોગકારો પાસે મોટી રકમની ઉઘરાણી કરી હોવાનો મુદો દિવસે દિવસે વધુ ચર્ચાનો વિષય બનતો જાય છે.

જયારે હવે વીસીએમડીએ બનાવેલી તપાસ કમિટીના ભરતભાઇ જૈન અને નાયડુ બે દિવસ માટે વાપી આવી પહોંચ્યા છે.જેઓ બુધવારે બપોર સુધી રોકાવાનાં છે. હવે જોવાનું રહ્યું કે કથિત નાણાંકીય ઉઘરાણી બાબતે શુ પરિણામ આવશે તે બાબતે સૌની મીટ મંડાયેલી છે.જોકે તપાસ કમિટી મેમ્બરો તથા આ પ્રકરણ સાથે જોડાયેલા લોકો પાસે વિગતો મેળવી તપાસ કમિટી સમક્ષ જેમની પાસેથી નાણાંકીય લેવડ દેવડ થઇ છે તે તપાસ કરી રિપોર્ટ કરશે.

અન્ય સમાચારો પણ છે...