તંત્ર ગફેલ:વાપી છીરી રોડ પર અડધો ડઝન ખાડા, જીવલેણ અકસ્માતનો ભય

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 22 કરોડના ખર્ચે બનેલો ફોરલેન માર્ગમાં 5 વર્ષમાં જ ખાડાઓ પડ્યા

વાપીથી કોપરલી તરફ જતાં માર્ગ પર અડધો ડઝન ખાડાઓ જોવા મળી રહ્યા છે.જેમાં ખાસ કરીને છીરી પાસે માર્ગ પર સૌથી વધુ ખાડાઓને લઈ અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. આગામી દિવસોમાં ચોમાસુ શરૂ થનાર હોય તે પહેલા માર્ગ વિભાગ તાત્કાલિક આ ખાડાઓનું પુરાણ કરી અકસ્માત અટકાવવાના પ્રયાસ કરે તેવી લોકોની માગ છે.

વાપી કોપરલી રોડને માર્ગ મકાન વિભાગ દ્વારા માડ પાચેક વર્ષ પહેલા જ અંદાજે 22 કરોડના ખર્ચે નવો ફોરલેન બનાવવામાં આવ્યો હતો અને વચ્ચે ડિવાઇડર પણ મુકવામાં આવ્યા હતા. જોકે થોડા જ વર્ષમાં આ માર્ગ પર ઠેર ઠેર ખાડા પડવા માડયા હતા જેમાં પણ છીરી વિસ્તારમાં તો આખો રોડ ઉખડી ગયો હતો. હજારો વાહનચાલકોએ લાંબા સમય સુધી ભારે હરેનગતી બોગવ્યા બાદ હાલમાં આ માર્ગની મરામત કરવામાં આવી છે.

જોકે હજુ પણ આ માર્ગ પર અનેક ખાડા છે જે ચોમાસા પહેલા ન પુરાય તો જીવલેણ અકસ્માતની ભીતિ છે. આ માર્ગ કોપરલી ગામની સાથે મોટા પોઢા- નાનાપોઢા રાજ્ય ધોરી માર્ગને પણ જોડે છે જેથી આ માર્ગ પર નાના મોટા વાહનોની સતત અવર જવર ચાલુ રહેતી હોય માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક માર્ગના ખાડા પુરે તેવી વાહનચાલકોની માગ બળતર બની છે.

અન્ય સમાચારો પણ છે...