તંત્ર નિદ્રાંધિન:વાપી જનસેવા ગાર્ડનમાં જીમના સાધનો લાંબા સમયથી જર્જરિત

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા ગાર્ડન વિકસાવવાના માત્ર દાવાઓ કરે છે

વાપી જનસેવા હોસ્પિટલની સામે બનાવવામાં આવેલ ઉદ્યાનમાં થોડા વર્ષો પહેલા ગાર્ડનની સાથે સાથે લોકો માટે જીમ તેમજ બાળકોને રમવા માટે સાધનો રાખવામાં આ‌વ્યા હતા. હાલ તે તમામ સાધનો તૂટી ગયેલા હાલતમાં હોવાથી કાટ ખાઇ રહ્યા છે. પહેલા લોકો કસરત કરવા માટે સવાર સાંજ આ સ્થળે આવતા હતા. જોકે આ પરિસ્થિતિને લઇ તેઓ અહીં આવવાનું ટાળી રહ્યા છે. વાપી પાલિકા દ્વારા આ ઉદ્યાનને ફરીથી જીવિત કરવામાં આવે તેવી લોકોની માગ છે.

સામાન્ય લોકો માટે આશિર્વાદરૂપ હતું
આ ઉદ્યાન અહીં રહેતા સામાન્ય લોકો માટે આશિર્વાદરૂપ હતું. જે લોકો રૂપિયા ખર્ચીને જીમમાં ન જઇ શકતા હતા તેઓ આ ઉદ્યાનમાં આવી કસરત કરી લેતા હતા. હાલ ઘણાં સમયથી મેઇનટેનેન્સના અભાવે તમામ સાધનો કાટ ખાઇ રહ્યા છે. - મોહમ્મદ હનીફ પઠાણ, વાપી

અન્ય સમાચારો પણ છે...