ક્રેઝ બદલાયો:અંગ્રેજી માધ્યમના ચલણથી ચલા જ્ઞાનદિપ સ્કૂલમાં 800થી ઘટી 208 વિદ્યાર્થીઓ રહ્યા, બંધ કરવા નિર્ણય

વાપી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શાળાઓમાં વિદ્યાર્થીઓ ઘટતાં અને ખર્ચ વધતાં ટ્રસ્ટી મંડળનો ફેસલો

વાપીના ચલામાં છેલ્લા 25થી વધુ વર્ષથી કાર્યરત જ્ઞાનદીપ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલ નવા શૈક્ષણિક સત્રથી બંધ થઇ રહી છે.વાલીઓના અંગ્રેજી માધ્યમના ક્રેઝના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. આ સાથે ફીની આવક સામે ખર્ચ પણ વધતાં આખરે શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક સમયે આ શાળામાં 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, હને માત્ર 208 વિદ્યાર્થીઓ રહી જતાં સ્કૂલ બંધ થશે.

વાપી જ્ઞાનદિપ સ્કૂલના મેનેજમેન્ટે વાલીઓને પત્ર લખી સ્કૂલ બંધ થવા અંગે જાણ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે સતત વધી રહેલા અંગ્રેજી માધ્યમ તરફના ઝોક અને ઘેલચાને કારણે છેલ્લા પાંચ-સાત વર્ષમાં ગુજરાતી માધ્યમની અન્ય શાળાઓમાં ઘટતા વિદ્યાર્થીઓની સંખ્યા જ્ઞાનદિપ સ્કૂલમાં પણ જોઇ રહ્યાં છીએ. ફીની આવક સામે શા‌ળા સંચાલનનો ખર્ચ પણ ખુબ વધી જતાં તે સરભર કરવો છેલ્લા પાંચથી વધુ વર્ષોથી બિલકુલ અશક્ય જણાતાં સંચાલક મંડળ દ્વારા 25થી વધુ વર્ષથી નિ:સ્વાર્થ રીતે ચાલતી આ શાળા નાછુટકે ભારે દુ:ખ સાથે આગામી શૈક્ષણિક સત્ર 2022-23થી શૈક્ષણિક કાર્ય બંધ કરવાની ફરજ પડી રહી છે. આ મુદે સ્કૂલ સંચાલક દ્વારા ગુરૂવારે વાલીઓની બેઠક બોલાવામાં આવી છે. આ બેઠકમાં વાલીઓ પોતાના અભિપ્રાયો આપશે.

કોઇ સંસ્થા કે એનજીઓ સહકાર ન આપ્યો
ચલા જ્ઞાનદિપ સ્કૂલ ચાલુ રહે તે માટે મોટી સંસ્થાઓ કે એનજીઓ તરફથી પ્રયાસો કરવામાં આવ્યા નથી. 25 શિક્ષકોનો પગાર કરવો મુશ્કેલ બની રહ્યો છે. 500 વિદ્યાર્થીઓ પણ ન રહેતા સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વાલીઓ પણ સ્કૂલ ચાલુ રહે તેવી ઇચ્છા રાખી રહ્યાં છે.

બહુ જ દુ:ખ સાથે નિર્ણય લીધો છે
આ સ્કૂલ સાથે લાગણી જોડાયેલી છે. સ્કૂલને ઊભી કરતી વખતે અથાગ મહેનત કરી હતી. લોખંડ,સિમેન્ટ,ઇંટ સહિતનો માલસામાન સહકારથી મળ્યો હતો. પરંતુ હાલ બહુ દુ:ખ સાથે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓ ઘટી જતાં આ નિર્ણય લીધો છે. ગુરૂવારે વાલી સાથે બેઠક રાખવામાં આવી છે. > મુધબેન શાહ, પ્રમુખ,જ્ઞાનદિપ સ્કૂલ

અન્ય સમાચારો પણ છે...