તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ટેમ્પોમાં મુંબઇ જતો 30 લાખનો ગુટખા ઝડપાયો

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપી GIDCથી માલ ભરી લઇ જવાતો હતો

એલસીબીની ટીમે વાપી જીઆઇડીસી વિસ્તારથી પાન મસાલા અને તમાકુનો જથ્થો ટેમ્પોમાં ભરી મહારાષ્ટ્ર લઇ જતા ચાલકની ભીલાડ હાઇવેથી ધરપકડ કરી 30.44 લાખનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે. એલસીબીની ટીમ શનિવારે ભીલાડ પોલીસ હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભીલાડ નરોલી ઓવર બ્રીજ ઉતરતા વાપી તરફથી મુંબઇ તરફ જતા ટાટા ટેમ્પો નં.એમએચ-48-બીએમ-3227ને અટકાવી અંદર ચકાસણી કરતા કંતાનની બોરીઓ તેમજ પ્લાસ્ટિકની મીણીયા થેલીઓમાંથી વિમલ પાનમસાલા અને કેસરયુક્ત તમાકુનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે આરોપી ચાલક મોહમ્મદ સલમાન નસીમ અહમદ ઉ.વ.23 રહે.કરવડ નુરકાંટા ગલી વાપી મુળ યુપી ની ધરપકડ કરી તેની પાસેથી પાનમસાલા અને તમાકુના કુલ રૂ.30,44,000નો મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ ભીલાડ પોલીસ મથકમાં સોંપી હતી. આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ કે, તેણે આ માલ વાપી જીઆઇડીસી વિસ્તારથી કોઇ ગોડાઉનમાંથી ભરી મહારાષ્ટ્ર ખાતે લઇ જવાનો હતો.

એએસઆઇ રાકેશ રમણભાઇ તથા વાલજી મેરામભાઇએ આરોપી ચાલક વિરૂદ્ધ ભીલાડ પોલીસ મથકમાં કાયદેસરનો ગુનો નોંધી પાનમસાલા અને તમાકુનો જથ્થો ભરાવનાર ઇસમને શોધવા આગળની તપાસ શરૂ કરી છે. વાપી જીઆઇડીસી વિસ્તારથી મહારાષ્ટ્રમાં ગેરકાયદે લઇ જવાતા પાનમસાલા અને તમાકુ સાથે અવારનવાર આરોપીઓ પકડાતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...