તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કન્ટેનરમાં મુંબઈ લઇ જવાતો લાખો રૂપિયાના ગુટખા વાપીથી ઝડપાયા

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરથી કન્ટેનરમાં લઈ જનાર ચાલક- ક્લીનરની ધરપકડ

હિંમતનગરથી કન્ટેનરમાં મુંબઇ લઇ જવાતો ગુટખાનો જથ્થો વાપી જીઆઇડીસીથી પકડી પાડી પોલીસે ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી. આ માલ કોનો છે અને ક્યાં લઇ જવાતો હતો તે અંગેની તપાસ હાથ ધરાઇ છે.વાપી પોલીસને મળેલી બાતમીના આધારે રવિવારે હાઇવે ઉપર વોચ ગોઠવી હિંમતનગરથી આવતી એક કન્ટેનરને અટકાવી અંદર ચકાસણી કરતા લાખો રૂપિયાનો ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો.

ચાલક અને ક્લીનરને ગાડી સાથે જીઆઇડીસી પોલીસ સ્ટેશને લઇ જઇ મોડી રાત સુધી માલની ગણતરી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ ગેરકાયદે રીતે લઇ જવાતો ગુટખાનો જથ્થો કુલ 90 ગુણી છે અને તેની કિંમત લાખોમાં હોવાની માહિતી મળી છે. આ માલ ક્યાંથી અને કોને આપવા જઇ રહ્યા હતા તે દિશામાં આગળની તપાસ હાથ ધરાશે. મહારાષ્ટ્રમાં પાનમસાલા અને તમાકુ પર પ્રતિબંધ હોવાથી ગુજરાતથી લાખો રૂપિયાનો માલ ત્યાં ઠલવાય છે. ત્રણથી ચાર ઘણા ભાવ મળતાં વેપારીઓ આ કૃત્ય કરે છે.

વાપીથી પણ હેરાફેરી
મહારાષ્ટ્રમાં તમાકુ પર પ્રતિબંધ હોવાથી વધારે રૂપિયાની લાલચે ગુજરાતથી કરોડો રૂપિયાનો મુદ્દામાલ ગેરકાયદે રીતે વેપારીઓ ઠાલવતા હોય છે. જ્યારે વાપીથી પણ જાણીતા વેપારીઓ દ્વારા આ કરતૂત કરવામાં આવી રહ્યું છે. ઘણી વાર તેઓ આધાર પુરાવા વગર વાપી પોલીસના હાથે ઝડપાઇ પણ ચુક્યા છે. તે છતાં તેઓ આ કૃત્ય કરવાથી બાજ નથી આવતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો