તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દા માલ જપ્ત:પ્રતિબંધ હોવા છતાં ગુજરાતમાં ગુટખાનું ઉત્પાદન થવાની ભીંતિ

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાપીથી મુંબઇ લઇ જવાતા 70 લાખનો માલ પકડાયો

દેશમાં ગુટખા ઉપર પ્રતિબંધ બાદ કંપનીઓએ પાન-મસાલા અને તમાકુનો ઉત્પાદન અલગથી શરૂ કર્યો હતો. જ્યારે મહારાષ્ટ્રમાં આ બંને ઉપર પ્રતિબંધ હોવાથી ગુજરાતથી મોટી માત્રામાં પાનમસાલા અને તમાકુ ગેરકાયદે રીતે વેપારીઓ ઘૂસાડી રહ્યા છે. રવિવારે વાપીના યુપીએલ બ્રીજ પાસેથી પોલીસે એક કન્ટેનર પકડી અંદર ચકાસણી કરતા લાખો રૂપિયાના ગુટખાના પાઉચો મળી આવ્યા હતા.

જેથી ચાલક દત્તા ઉગ્રસેન કિરદત ઉ.વ.31 રહે.વસઇ મહારાષ્ટ્ર અને ક્લીનર અશોક રામભાઉ શેંગડે ઉ.વ.36 રહે.મીરારોડ થાણે મહારાષ્ટ્રની ધરપકડ કરી ગણતરી કરતા ગુટખાની 92 ગુણી કિં.રૂ.14,22,240 કબજે લઇ આગળની તપાસ હાથ ધરાઇ હતી. પોલીસે જાણવા જોગ ફરિયાદ લઇ ચાલક-ક્લીનરની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, હિંમતનગરથી પાનમસાલા-તમાકૂ કહી ગુટખા ભરીને અપાયા હતા. ગુણીમાં ગુટખા છે કે શું તેની તપાસ કરવા સેમ્પલો એફએસએલને મોકલી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો