ચોરી:વાપીમાં પાનની લારી તોડી ગુટખા-સિગારેટની ચોરી

વાપી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડી રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા
  • ચોરી અંગે દુકાનદારે એક પર શંકા વ્યક્ત કરી

વાપી જીઆઇડીસીમાં રાત્રિ દરમિયાન એક ચા-નાશ્તાની લારી તોડી તસ્કરો પાનમસાલા અને સિગારેટની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે દુકાનદારને એક ઇસમ ઉપર શંકા છે.

વાપી જીઆઇડીસી સ્થિત જેનબ કાંટા પાસે પત્ની સાથે ચા-નાશ્તાની લારી લગાવી ધંધો કરતા સુરજ પાસવાને જણાવ્યું કે, શનિવારે કચરો વીણતા ધનરાજ નામના ઇસમ પાસે નાશ્તાના રૂપિયા લેવાના હતા. જે માંગતા તે સુરજ સાથે લડી પડ્યો હતો અને તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ સોમવારે સવારે લારી ઉપર આવતા તે તૂટેલી હાલતમાં દેખાઇ આવી હતી. અંદર ચકાસણી કરતા પાનમસાલા-સિગારેટ અને બિસ્કુટ વિગેરે દુકાનમાંથી ગાયબ હોવાથી ઝઘડો કરનારા ઇસમ સામે જ તેમણે શંકા વ્યક્ત કરી છે. આશરે 4થી 5 હજારનો સામાન દુકાનમાંથી ચોરાઇ ગયા હોવાની માહિતી સુરજે આપી છે. જોકે આ અંગે પોલીસમાં કોઇ પણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી ન હતી. શિયાળાની સીઝન એટલે તસ્કરો માટે ચોરીની સીઝન ગણાય છે. પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...