તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિલંબ:વાપીના વિવાદથી ગુજરાતની 22 નોટિફાઇડ બોર્ડની રચના ટલ્લે

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસોમાં જાહેરાત થવાની સંભાવના

વાપી નોટિફાઇડ બોર્ડની રચના માટે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વાપીથી મુખ્યમંત્રી સુધી ફરિયાદો પહોંચી હતી. આ વિવાદના કારણે ગુજરાતના 22 નોટિફાઇડ બોર્ડની રચનામાં વિલંબ થઇ રહ્યો છે. સરકારે 2020માં નોટિફાઇડ બોર્ડ વિખેરી નાખીને, વહીવટ જીઆઇડીસી વિભાગીય નિયામકને સુપરત કર્યો છે. વિભાગીય નિયામક હવે બોર્ડના ચેરમેન તરીકે રહેશે. આ ઉપરાંત સરકારે બોર્ડની રચના માટે નવી ગાઇડલાઇન બહાર પાડી હતી.

જેમાં બે ઉદ્યોગોના પ્રતિનિધિ તથા સ્થાનિક એસોશિયના પ્રમુખ, સેક્રેટરીને બોર્ડમાં સ્થાન અપાશે. આ જાહેરનામાની જાહેરાત બાદ પણ બોર્ડની રચનાની પ્રક્રિયા પૂર્ણ થઇ નથી. વાપી નોટિફાઇડમાં બે ઉદ્યોગોના પ્રતિનિધિઓને સમાવવા અંગે બે જુથોે વચ્ચે ભારે ખેંચતાણ ચાલી આવી છે. જેના કારણે વાપી સહિત ગુજરાતની 22 નોટિફાઇડમાં પણ બોર્ડની રચનાની પ્રક્રિયામાં વિલંબ છે. પરંતુ હવે સરકાર થોડા દિવસોમાં બોર્ડની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરશે એવી માહિતી મળી રહી છે. ત્યારે વાપી નોટિફાઇડ બોર્ડમાં કયા બે નવા ઉદ્યોગોના પ્રતિનિધિનો સમાવેશ થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...