ગૌરવ યાત્રા:વાપી અંબામાતાના મંદિરે ગુજરાત ગૌરવ યાત્રાનું આજે આગમન થશે

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા સહિત મંત્રીઓ ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરૂવારે ઉનાઇ ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રાને લીલીઝંડી આપશે. ત્યારબાદ વલસાડ જિલ્લામાં યાત્રા આવી પહોંચશે. કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા,રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદી ઉપસ્થિતિ વચ્ચે 4.30 કલાકે ડુંગરી ખાતે સ્વાગત 5ઃ૦૦ કલાકે વલસાડ સ્ટેડિયમ પાસે જાહેરસભા 6ઃ૦૦ વાગે વશિયર થઈ પારડી ચાર રસ્તા બ્રિજ નીચે સ્વાગત અને 6ઃ30 કલાકે વાપી અંબામાતા મંદિર ખાતે જાહેર સભા યોજાશે.

આ અંગે નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે બીરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા આદિવાસી પટ્ટામાં ફરશે. જેમાં ઉનાઈથી ઉમરગામમાં કેન્દ્રીય મંત્રી શોભા કરંડલાજે અને પૂવઁ મંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતિમાં 3ઃ00 ઉનાઈથી યાત્રા પ્રસ્થાન, 5ઃ00 કલાકે સરીગામ ખાતે સ્વાગત,5ઃ30 કલાકે જાહેરસભા ધોડીપાડા, ઉમરગામ ખાતે અને રાત્રી રોકાણ વાપી ખાતે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...