ભાસ્કર વિશેષ:ગુજરાતનું ડેલિગેશન બ્રાઝિલ પહોંચ્યું 15 દિવસ રોકાઇ ત્યાંનું કલ્ચર જાણશે

વાપી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કારણે 3 વર્ષ બાદ હવે વાપીથી 8 લોકોને બ્રાઝિલ મોકલાયા

બે દેશો એક-બીજાની સંસ્કૃતિ અને કલ્‍ચર જાણ‌વા રોટરી ક્લબ દ્વારા ફ્રેન્ડશિપ એક્સચેન્જનો કાર્યક્રમ રાખવામાં આવે છે, પરંતુ કોરોનાના કારણે 3 વર્ષ સુધી ફ્રેન્ડશિપ એક્સચેન્જનો પ્રોજેકટ થઇ શક્યો ન હતો. કેસો ઘટતાં સોમવારે ગુજરાતના ડેલિગેશનને બ્રાઝિલના કલ્ચરને જાણવા રવાના કરવામાં આવ્યું હતું. વાપી ,સુરત સહિતના 8 લોકો બ્રાઝિલમાં 15 દિવસનું રોકાણ કરશે.ઇન્ટરર નેશનલ રોટરી કલબમાં રોટરી ફ્રેન્ડશિપ એક્સચેન્જ અંતર્ગત બહારના દેશનું ડેલિગેશન ભારત આવે છે. જયારે ભારતનું ડેલિગેશન વિદેશ જઇ ત્યાંની પરંપરાઓ અને સંસ્કૃતિ વિશે માહિતી મેળવી છે.

3 વર્ષના સમય ગાળા બાદ રવિવારે હરિયા રોટરી હોસ્પિટલ કેમ્પસ, જીઆઈડીસી વાપી ખાતે રોટરી ફ્રેન્ડશિપ એક્સચેન્જનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 લોકોને ગુજરાતથી બ્રાઝિલ 15 દિવસ માટે મોકલાવવામાં આવ્યા હતાં. આ ગુજરાતનું ડેલિગેશન 15 દિવસ બ્રાઝિલ રોકાણ કરી ત્યાંની માહિતી એકત્ર કરશે.

આ અંગે વાપી રોટરી કલબના પ્રમુખ મોહિત રાજાણીએ જણાવ્યું હતું કે આરએફઇ ટીમ બ્રાઝિલ આરઆઇડી 4560 રવાના થઇ હતી. આ ડેલિગેશન બ્રાઝિલના મહેમાન બની ત્યાંના કલ્ચર વિશે માહિતી એકત્ર ભારત પરત આવ્યાં બાદ સૌની સાથે શેર કરશે. કલ્ચરના આદાન પ્રદાન માટે રોટરી કલબ આ પ્રોજેકટ કરે છે. જેને ફ્રેન્ડશિપ એક્સચેન્જનો પ્રોજેકટ કહેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...