તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બોગસ ગનના લાયસન્સ સાથે ગાર્ડની વાપી GIDCથી ધરપકડ

વાપી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુપી મૈનપુરીના અધિકારીઓની ખોટી સહી કરાઇ હતી

વાપી જીઆઇડીસી પોલીસે બોગસ ગનના લાયસન્સ સાથે ગાર્ડની ધરપકડ કરી છે. આરોપી ગાર્ડ યુપીના મેજીસ્ટ્રેટનો રબર સ્ટેમ્પ લગાડી તેના પર ખોટી સહી કરી બોગસ લાયસન્સ સાથે નોકરી કરી રહ્યો હતો. વાપી જીઆઇડીસી પોલીસે ગુરૂવારે ગુંજન એલઆઇજી-1 સ્થિત સીએમએસ ઓફિસ બહાર ગાર્ડ તરીકે નોકરી કરતા આરોપી રામજી બલમંતસિંહ યાદવ રહે.સેલવાસ ની બોગસ ગન લાયસેન્સ સાથે ધરપકડ કરી છે.

આરોપી વોન્ટેડ આરોપી ગીરીશચંદ નવરતન યાદવ રહે.યુપી સાથે મળી પોતાના નામ સરનામા તથા ફોટો સહિતનું ઓલ ઇન્ડિયાનું હથિયાર લાયસન્સ ખોટું બનાવડાવી લાયસન્સમાં ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ મૈનપુરીનો રબર સ્ટેમ્પ લગાડી તેના ઉપર અધિકારીઓના હોદ્દાની ખોટી સહી અને એન્ટ્રીઓ કરી 1 ગન અને 5 કારતૂસ રાખી ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી એન્ડ મેનેજમેન્ટ સરિવિસ પ્રા.લિ.માં ગનમેન તરીકે નોકરી કરતો હતો. પોલીસે તેની પાસેથી ગન અને કારતૂસ મળી કુલ રૂ.15,750 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કલેક્ટર ઓફિસથી પોલી ખુલી
વાપી પોલીસે બોગસ લાયસન્સની માહિતી યુપીના મૈનપુરી કલેક્ટર ઓફિસમાં મોકલતા જાણવા મળ્યું હતું કે, આરોપીનો હથિયાર લાયસન્સ નંબર 2682 છે અને કલેક્ટર ઓફિસથી ઇશ્યુ કરેલ છેલ્લો લાયસન્સ
નંબર 2485 છે.

અન્ય સમાચારો પણ છે...