ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જીઆઈડીસી વાપી - પ્રાદેશિક કચેરી દ્વારા શુક્રવારે બપોરે 3 કલાકે ઓપન હાઉસ એન્ડ એન્વાયર્નમેન્ટ ક્લિનિકનું વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ઓપન હાઉસમાં વીઆઈએ અને વીજીઈએલના અધિકારીઓ સાથે ઔદ્યોગિક એકમોના લગભગ 100 ઉદ્યોગકારો હાજર રહ્યા હતાં.
સીટીઈ અને સીસીએ એપ્લિકેશન્સ માટે એપ્લિકેશન અને ચેક લિસ્ટ માટેના ફોર્મેટ્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને તમામ ઉદ્યોગો આગના બનાવો ન બને તે માટે જીપીસીબીના અધિકારીઓએ તાકીદ કરી હતી. એકમોમાં સોલવન્ટના વપરાશ અંગે સચોટ માહિતી રાખવા તથા કર્મચારીઓને જરૂરી ટ્રેનિંગ આપવાની પણ ટકોર કરવામાં આવી હતી.
વાપી જીપીસીબીના રિઝયન ઓફિસર એ.જી.પટેલે પ્રશ્નોેતરી માટેનું સત્ર શરૂ કર્યું હતું. ઉદ્યોગો દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ પ્રશ્નોના જવાબો આપ્યા હતાં. વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલ, સેક્રેટરી અને નોટિફાઇડ ચેરમેન સતિષ પટેલ,ગ્રીન એન્વાયરોના ડિરેકટર સુરેશ પટેલ,કલ્પેશ વોરા, હેમાંગ નાયક, ચૈતન્ય ભટ્ટ સહિતના ઉદ્યોગકારો હાજર રહ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.