સ્થાનિકોમાં આક્રોશ:મોરાઇમાં ડસ્ટ ઉડાવતી કંપનીમાં GPCBની તપાસ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજુબાજુની અન્ય કંપની અને સ્થાનિકોમાં આક્રોશ હતો

વાપી મોરાઇની પેપર મિલમાંથી ઉડતા કોલસાના ડસ્ટના કારણે આજુબાજુની કંપની તથા ચાલીઓમાં રહેતા લોકો ઘણાં દિવસથી હેરાન હતા. જે સમસ્યા ભાસ્કરે પ્રસિદ્ધ કરતા બુધવારે જીપીસીબીની ટીમ મોરાઇની કંપનીમાં તપાસ માટે પહોંચી હતી. હવે આ કંપની સામે શું પગલા લેવાશે તેના પર સૌની મીટ છે.

વાપી મોરાઇ સ્થિત મોરાઇ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ આર.એન.શેખ પેપર મિલમાંથી છેલ્લા ઘણા સમયથી કોલસાનો ડસ્ટ ઉડવાના કારણે કંપનીને અડીને આવેલ દમણ હાટિયાવાડમાં રહેતા ચાલીના રહીશો તેમજ અન્ય કંપનીના લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામદારોને કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

જ્યારે મિલમાંથી દિવસમાં ગમે ત્યારે બેથી ત્રણ કલાક સુધી જોરથી અવાજ આવતા તેઓ ડિસ્ટર્બ થાય છે. આ અંગે ભાસ્કરે સમાચાર પ્રકાશિત કરતા બુધવારે જીપીસીબીની ટીમ મોરાઇની કંપનીમાં સ્થળ તપાસ માટે પહોંચી હતી. હવે ડસ્ટ ઉડવાનું બંધ થશે કે કેમ તેના પર સૌની નજર મંડરાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...