વાપી તાલુકા નિવૃત કર્મચારી સેવા મંડળની અનેક રજૂઆતો બાદ રાજય સરકારે પ્રશ્નો હલ કર્યા નથી.ત્યારે વધુ એક વાર સોમવારે નિવૃત કર્મચારી સેવા મંડળે મામલતદારને આવેદનપત્ર પાઠવી વિધાનસભાની ચૂંટણી પહેલાં પડતર પ્રશ્નો ન ઉકેલાઇ તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી આપી હતી. પ્રમુખ હેમંત દેસાઇ અને મહામંત્રી ગુલાબભાઇએ સોમવારે મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ.
જેમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ધોરણે તીબીબી ભથ્થા માસિક રૂ.300ના બદલે 1000 ચુકવવા બાબત, સાતમાં પગાર પંચમાં સચિવોની સમિતિના ફાઇનલ અહેવાલ મુજબ 2.97 પેન્શનમાં જોડાણ કરી ચુકવણી કરવા બાબત, રાજય સરકારના પેન્શનરોમાં 40 ટકા પેન્શનનું મુડીકૃત રૂપાંતર કરવામાં આવે છે.
આ રકમ 15 વર્ષ સુધી જે તે પેન્શનરના પેન્શનમાંથી વ્યાંજ સાથે કપાત કરવામાં આવે છે.પરંતુ સરકારે વ્યાજના દરોમાં ઘટાડો કરવામાં આવેલ છે માટે પેન્શનરોનું થતું આર્થિક નુકસાન માટે 15 વર્ષને બદલે સમયગાળો 10 વર્ષ કરવા અથવા વ્યાજની ટકાવારી જાહેર કરવા બાબત, 2004થી અમલમાં આવેલી નવી પેન્શન યોજના બંધ કરી જુની પેન્શન યોજના લાગુ કરવા બાબત,નિવૃતિ પછી યાત્રા ભથ્થા દર વર્ષે એક માસનું પેન્શન આપવા બાબત, રાજયમાં પેન્શન સલાહકાર સમિતિની રચના કરવા બાબત સહિત 18 મુદાની રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.