તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાયવર્ઝન:દમણમાં ટ્રાફિક હળવો કરવા ડાયવર્ઝન અપાયા, લાઇટ હાઉસથી વાહનો જમણી તરફ જશે

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સંઘપ્રદેશ દમણમાં ખાસ કરીને વીકએન્ડમાં પ્રવાસીનો ધસારો વધી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય રહી છે. ટ્રાફિકને હળવો કરવા માટે સંઘપ્રદેશના ડીઆઇજીપી વિક્રમજીત સિંગે આ બાબતે કલેકટર સાથે ચર્ચા કરી શુક્રવારે દમણના કલેકટર રાકેશ મિન્હાસે એક જાહેરનામું બહાર પાડીને હવેથી દર શનિ-રવિએ મોટી દમણથી આવનારા વાહનોએ વડચોકીથી સીધા વાપી જવાના બદલે ફરજીયાત પણે વાહનોએ ડાબી તરફ વળીને બસ ડેપો પાસેથી જમણી તરફ ઉપર જઈ ધોબી તળાવ પાસેથી જમણે થઈ મશાલ ચોક થઈને આગળ જવાનું રહેશે.

જેઓ મોટી દમણ જંમ્પોર બીચ તરફ જતા નવા બનેલા રામસેતુ તરફ જવા માંગતા હોય તેમને મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ પાસેથી ચોક્કસ પણે ડાબી તરફ વળી જઇને મોટી દમણ માર્કેટ પાસેના પોલીસ ચોકીની સામે થઈને નવા દરિયાઈ માર્ગ પર જવાનું રહેશે. મોટી દમણના દીવાદાંડી(લાઇટ હાઉસ) તરફથી આવતા વાહનોએ કિલ્લાની બહાર ટેંક પાસેથી જમણી બાજુ ફરીને તરત જ ડાબો વળાંક લઈને પુલ પાસે જવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો