લેખિત માગ:ઉદવાડા સ્ટેશને પારસીઓ માટે ફલાઇંગ રાણીનું સ્ટોપેજ આપો

વાપી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાદસ્તૂરજીએ GM -DRM સમક્ષ લેખિત માગ કરી

ઉદવાડા આરએસનાં રેલવે સ્ટેશનની રેલવે વિભાગનાં જીએમ અને ડીઆરએમએ મુલાકાત લીધી હતી આ પ્રસંગે પારસી સમુદાયનાં વડાદસ્તુરે મુલાકાત લઇ ટ્રેનનાં સ્ટોપેજ માટે લેખિતમાં માંગણી કરી હતી.

રેલવે વિભાગનાં જીએમ આલોક અને ડીઆરએમ સત્ય કુમારે ઉદવાડા સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઉદવાડાગામ પારસી સમુદાયનાં વડાદસ્તુર અને કેન્દ્રીય રાષ્ટ્રીય લધુમતિ કમિશનનાં પૂર્વ સભ્ય ખુરશેદ દસ્તુરજી પણ હાજર રહ્યા હતા તેમણે ફલાઇંગરાણી અને ભીલાડ એકસપ્રેસનાં સ્ટોપેજ તેમજ વૃધ્ધો માટે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જઇ શકાય તે માટે એક્સેલેટર મૂકવા માટે લેખિત માંગણી કરી હતી. કારણકે ઉદવાડાગામ પારસીઓનું મુખ્ય પવિત્રધામ પાક ઇરાનશાહ આતશ બહેરામ આવેલું છે.તેનાં કારણે સમગ્ર ભારત અને વિશ્ર્વભરમાંથી પારસીઓ અહીં પાક ઇરાનશાહ આતશ બહેરામના દર્શન માટે આવતાં હોય છે.જેને લઇ પારસી સમુદાયનાં વડાદસ્તુરે રેલવે વિભાગનાં જીએમ ને વિવિધ બાબતે ધ્યાન દોર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...