ધરપકડ:રાજકોટના જુગારીયાને સુરત ક્રાઇમ બ્રાંચ વાપીથી ઉચકી ગઇ

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચલા કેસમાં વોન્ટેડ આરોપીની ટાઉન પોલીસે ધરપકડ કરી હતી

વાપીના ચલા ખાતે ફ્લેટમાં ક્રિકેટ ઉપર સટ્ટા રમાડતા 6 ઇસમની ધરપકડ બાદ રાજકોટના વોન્ટેડ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી સુરતમાં પણ વોન્ટેડ હોય સુરત ક્રાઇમ બ્રાંચ આરોપીને વાપીથી લઇ ગઇ હતી. વાપીના ચલા ખાતે પ્રમુખ ગ્રીનમાં ફ્લેટમાં ક્રિકેટ ઉપર સટ્ટો રમાડતા 6 આરોપીની ટાઉન પોલીસે થોડા દિવસ અગાઉ ધરપકડ કરી તેમની પાસેથી 41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે આ કેસમાં રાજકોટનો એક ઇસમ વોન્ટેડ હોય ટાઉન પોલીસે આરોપી અલાઉદ્દીન ઉર્ફે અલી નુરા કારીયાનીયા રહે.અમીનુર નહેરૂનગર રાજકોટની મંગળવારે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી અલાઉદ્દીન સુરતમાં પણ જુગારમાં વોન્ટેડ હોય સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ બુધવારે વાપી ટાઉન પોલીસ મથકે પહોંચી હતી અને જામીનમુક્ત થતા જ તેને પરત સુરત લઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...