તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વાપીમાં પોલીસને જોતા જ જુગારીયા ભાગ્યા, 7 ઝબ્બે, ભાગેલા 3 વોન્ટેડ, 2220નો મુદ્દામાલ કબજે

વાપી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

વાપી ટાઉન પોલીસના કર્મીઓ બુધવારે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન અહેકો કમલેશ મકનાભાઇને મળેલી બાતમીના આધારે ભડકમોરા નાની સુલપડમાં આવેલ ખુલ્લા મેદાનમાં પહોંચતા 10 ઇસમો ત્યાં ગોળ કુંડાળુંવળી પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા નજરે ચઢ્યા હતા. પોલીસને જોતા જ તમામ ઇસમો ત્યાંથી ભાગવા લાગતા પોલીસે દોડાવીને 7 આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેમાંથી 7 આરોપી ભાગવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી દાવ પરના રૂ.100 અને અંગઝડતી કરતા રૂ.2120 કબજે કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ 7 પકડાયા, આ 3 ફરાર થઈ ગયા
આરોપી સોહીલ ઉર્ફે ટીમો ભરત પટેલ, વિપુલ હરીશચંદ્ર કાંડે, ભરત હરગોવિંદ મંડલ, મહેશ ઉર્ફે સકીયો કરશન પટેલ, જીગર ભીખુ પટેલ, મોન્ટુકુમાર કિશોરી માલાકર, ગુડ્ડુસિંગ બુલ્લુ સિંગ ભાગતી વખતે પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે આરોપી રાહુલ, સાંઇ અને આનંદ લંબુ નામના ઇસમો ભાગવામાં સફળ થતા વોન્ટેડ જાહેર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો