નવતર પ્રયોગ:દમણમાં આજથી મતદાર કાર્ડને આધાર સાથે ઘરે ઘરે જઇને લિંક કરાશે

વાપી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

દમણના કલેક્ટર કચેરીમાં મતદાર ઓળખકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ડો. તપસ્યા રાઘવજીની અધ્યક્ષતામાં આ પત્રકાર પરિષદનું આયોજન સોમવારે સવારે કલેક્ટર કચેરીના ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા 1લી ઓગસ્ટથી વોટર આઈડી કાર્ડ સાથે સ્વૈચ્છિક રીતે આધાર લિંક કરવા માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ ઝુંબેશનો હેતુ મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરવાનો અને મતદાર યાદીમાંની એન્ટ્રીઓને પ્રમાણિત કરવાનો તેમજ તેમની ઓળખ કરવાનો છે. મુખ્ય ચૂંટણી અધિકારી ડો. તપસ્યા રાઘવએ જણાવ્યું કે મતદારો ફોર્મ 6-બી ભરીને આધાર કાર્ડ સાથે તેમના મતદાર ઓળખ કાર્ડને પ્રમાણિત કરી શકે છે.

આ સાથે જે મતદારો પાસે આધાર કાર્ડ નથી તેઓ 11 વૈકલ્પિક દસ્તાવેજોમાંથી કોઈપણ એકની નકલ રજૂ કરીને તેમની ઓળખ ચકાસી શકે છે. આમાં મનરેગા જોબ કાર્ડ, ફોટોગ્રાફ સાથેની બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ભારતીય પાસપોર્ટ, આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ, પેન્શન દસ્તાવેજ, સરકાર દ્વારા જારી કરાયેલ સેવા ઓળખ કાર્ડ, સાંસદો, ધારાસભ્યો અને MLCને જારી કરાયેલ સત્તાવાર ઓળખ કાર્ડ અને મંત્રાલયનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...