તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:હજીરાથી મુંબઇ જતા ટેન્કરમાંથી વાપીમાં 3000 લિ. ઓઇલ ચોરાયું

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચાલક સહિત 4ની ધરપકડ, મુખ્ય સૂત્રધાર સહિત 3 વોન્ટેડ

સુરતના હજીરાના અદાણી પોર્ટમાંથી બે દિવસ અગાઉ ખુશ્બુ વાહીદ અલી ખાન જે હરીશ એજન્સીનું ટેન્કર નંબર એમએચ 43 વાય 7568માં કુલ 19, 960 કિલો ફર્નિશ ઓઇલ ભરીને મુંબઇ અને દમણ ડિલિવરી માટે નીકળ્યો હતો. 13 હજાર કિલો અોઇલનો જથ્થો દમણ ખાતે આવેલી ન્યૂ ટેક પોલીમર્સ ઇન્ડિયા કંપનીમાં આપીને પરત મુંબઇ જઇ રહ્યો હતો. ટેન્કર ચાલક ખુશ્બુ વાહીદઅલી ખાને રામજીયા વન બંશ ઉર્ફે કલ્લુ સાથે મળીને ટેન્કરમાંથી 3 હજાર લિટર ઓઇલ ચાલક વાપીના કરવડગામે હરીઓમ પેટ્રો ટ્રેડિંગમાં આવીને ચોર્યું હતું.

કરવડમાં પણ 1 હજાર ઓઇલ 300 કિલોના 45 હજારના ભાવે વેચી દીધું હતું. એસઓજી ટીમે બાતમી આધારે કરવડમાં ચોરીના સ્થળેથી ચાલક ખુશ્બુ વાહીદ અલી તથા હરીઓમ ટ્રેડિંગમાં કામ કરતા અરવિંદસિંહ સત્યેન્દ્રસિંહ, રામભુવાલ રામઉજાગર ચમારને ઝડપી લીધો હતો. આ નેટવર્ક શૈલેન્દ્રસિંહ ઉર્ફે ગુડ્ડુ અને તેમનો સાગરિત રામજીયાવન ઉર્ફે કલ્લુના મારફતે મંગાવતો હોવાનું ધ્યાન આવ્યું છે. ચારની ધરપકડ કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...