કોરોના મહામારી:દમણથી કોરોનાની જીવનરક્ષક રેમડેસિવિર દવાનો જથ્થો રવાના

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોવરિન ફાર્માએ 50 હજારથી વધુ દવાનું ઉત્પાદન

કોરોનાની મહામારીમાં બચાવ માટેની સિપ્લા કંપની દ્વારા જીવન રક્ષક દવા બનાવાય છે. દમણની સોવરિન કંપનીમાં ઉત્પાદન થયેલી રેમડેસિવર દવા (ઇન્જેકશન)નો પ્રથમ બેચનો જથ્થો મંગળવારે રવાના કરાયો હતો. પ્રશાસકના માર્ગદર્શનમાં તેમના સલાહકાર એ.કે.સિંગ, સ્વાસ્થ સચિવ એ.એમ.મુથમ્મા, કલેકટર ડો. રાકેશ મિન્હાસ, એસપી વિક્રમજીત સિંગ તથા કંપનીના એમડી કાયરસ દાદાચનજી, ડીરેકટર ઋષભ દાદાચનજીએ દવા ભરેલા વાહનને રવાનો કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કોરોના સંકટમાં સ્થાનિક દવા નિર્માતાને જીવન રક્ષક દવા બનાવવા માટે પ્રોત્સાહિત કરાયા બાદં દમણમાં કોરોનાની સામે લડત આપતી રેમડેસિવિર દવાના જથ્થાનું ઉત્પાદન શરૂ કરાયું છે. દમણની સોવરિન ફાર્મા કંપનીમાં પ્રતિમાસ 50,000 થી 95 હજાર સુધી દવા ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...