બ્રાઝિલમાં વેપાર ઉદ્યોગની અઢળક તકો:બ્રાઝિલમાં વેપાર ઉદ્યોગ સ્થાપવા ફ્રી લેન્ડ,10 વર્ષની ટેકસમાં રાહત

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપી અને બ્રાઝિલ વચ્ચે સેતુ બનાવવા પ્રયાસો કરાશે

બ્રાઝિલમાં વેપાર ઉદ્યોગની અઢળક તકો ઉભી છે. ત્યાં ખાસ કરીને હર્બલ ચીજ વસ્તુઓ, ઓર્ગેનિક પ્રોડક્ટસ, ખેતી, તેમજ અન્ય ઉદ્યોગોની પણ મોટી તકો ઉભી છે. બ્રાઝિલ એશિયા સાથે વધુ પડતું કનેક્ટ નથી. જેના કારણે ત્યાં ભારતિયો ખુબ જ જુજ પ્રમાણમાં છે. ત્યારે ભારતીયો અને વાપીના લોકો માટે ત્યાં વેપાર અને ઉદ્યોગની વ્યાપક તક ઉભી હોવાનું હાલ રોટરીનું ડેલિગેશન લઇ બ્રાઝિલમાં જઇ વિવિધ કોન્ફરન્સ કર્યા બાદ સીએ જીજ્ઞેશ વસાણીએ જણાવ્યું હતુ. ભારતીયોને આવકારવા બ્રાઝિલ સરકાર ઉદ્યોગ માટે વિના મૂલ્યે જમીન અને 10 વર્ષની ટેકસ માફી માટે પણ તૈયાર છે.

બ્રાઝિલના લોકો ખૂબ સરળ અને મળતાવડા સ્વભાવનું હોવાનું તેમણે જણાવ્યું હતુ. બ્રાઝિલમાં વિવિધ પ્રકારના વ્યાપાર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે 10 થી વધુ કોન્ફરન્સ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીજ્ઞેશ વસાણીએ વાપી બ્રાઝિલ વચ્ચે એક ઔદ્યોગિક સેતુ બને એવા પ્રયાસો હાથ ધર્યા હતા. તેમણે બ્રાઝિલના ઉદ્યોગ સાહસિકોને વાપી આવવા આમંત્રણ પાઠવ્યું હતુ. જેઓ વાપી આવી વાપીના ઉદ્યોપતિઓ પાસે ઉદ્યોગની સુઝબુઝ મેળવશે. તેમજ બ્રાઝિલમાં ઉદ્યોગ શરૂ કરવા તેમને આમંત્રણ આપશે.

અન્ય સમાચારો પણ છે...