તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:વાપીમાં રિઝનલ મેનેજરની ટ્રાન્સપોર્ટ દલાલોના નામે 28.51 લાખની ઠગાઇ

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુપર સોનીક કેરીયરના માલિકે તપાસ કરતા બનાવટી બીલો મળ્યાં

વાપી ચણોદ ખાતે આવેલ સોનીક કેરીયરના રિઝનલ મેનેજરે કંપની સાથે બ્રોકરોના નામે બનાવટી ચલણો અને બીલ બનાવી રૂ. 28.51 લાખ ઉચાપત કરતા મેનેજર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાપી ગુંજનમાં રહેતા સુરેન્દ્રસીંગ બિરડા ગિરનાર ખુશ્બુ પ્લાઝામાં આવેલ સુપર સોનીક કેરીયર પ્રા.લિ. ટ્રાન્સપોર્ટ કંપનીમાં બ્રાન્ચ મેનેજરે છે. ડુંગરા પોલીસમાં ગુરૂવારે ફરિયાદ કર્યુું કે, ચણોદ ગેટ પાસે અરીહંતમાં સુપર સોનીક કેરીયર પ્રા.લી.ટ્રાન્સપોર્ટમાં રીઝનલ મેનેજર રાજબીર શર્મા કાર્યરત હતા.

ત્યારે ડાયરેક્ટર સુભાષ અગ્રવાલએ વર્ષ 2020માં ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં બ્રાન્ચનું વિઝીટ કરી રેકર્ડ ચેક કરતા જાણવા મળેલ કે, અલગ અલગ ટ્રાન્સપોર્ટના બ્રોકરોને તેમની કંપનીના મેનેજર દ્વારા રૂ. 28,51,400 ચૂકવાયા હતા. જેની સામે જે તે પાર્ટીઓ તરફથી કેટલું પેમેન્ટ આવવું જોઇએ તે ચેક કરતા કુલ રૂ. 33,49,000 લેવાના હોય મેનેજરને પુછતા તે જવાબ આપી શક્યો ન હતો.

તેથી સુરતના શ્રી રામ ન્યુઝપ્રીન્ટ લી. કંપની પાસે ત્રણ બીલના રૂ.33,49,000નું પેમેન્ટ લેવાનું હોવાથી ત્યાંં ખાત્રી કરતા જાણવા મળ્યુ કે તેમની કંપનીમાંથી કોઇ વાહન તેઓએ મંગાવેલ નથી. જેથી આ પૈસા ક્યાં ગયા અને કોને આપ્યા તે બાબતે સ્પષ્ટતા માંગી 20 ફેબ્રુઆરી 2021ના રોજ મેનેજર રાજબીર શર્માને કામ પરથી છૂટા કરી પોલીસમાં ફરિયાદ નોંધાવીને કાર્યવાહી કરવા જણાવાયું છે.

આ કંપની સાથે મળી બનાવટી બીલો બનાવ્યા
આરોપી મેનેજર રાજબીર શર્મા રહે. મંગલ વાટિકા છરવાડાએ રૂદ્રાક્ષ એન્ટરપ્રાઇઝ, યુવરાજ ટ્રેડર્સ, જય જગદંબા ટ્રાન્સપોર્ટ, કમલ રોડ કેરીયર્સ અને એ.જે.એન્ટરપ્રાઇઝના નાઓ સાથે મળી એક બીજાના મદદગારીથી 28,51,400ના બીલો બનાવટી ખોટા ઉભા કરી ફરીયાદીની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ખરા તરીકે રજૂ કરી ઉચાપત કરીને ગુનો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો