તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોબાળો:નાનાપોંઢામાં ચાર રીક્ષા ચાલકો જાહેરમાં બાખડ્યા, પેસેન્જર બેસાડવાના મુદ્દે મારામારી

વાપી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

નાનાપોંઢા સર્કલની બાજુમાં શનિવારે સવારે પેસેન્જરને બેસાડવાના મુદ્દે ચાર રીક્ષા ચાલકો જાહેરમાં ઝઘડો કરી મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. પોલીસે સુલેહ શાંતિના ભંગ બદલ ચારેય ચાલકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.\nવાપી ધરમપુર માર્ગ ઉપર નાનાપોંઢા ચાર રસ્તા સ્થિત સર્કલ નજીક શનિવારે સવારે ચાર ઇસમો એકબીજા સાથે બોલાચાલી કરીને મારામારી કરી રહ્યા હતા.

આ દરમિયાન નાનાપોંઢા પોલીસ સ્ટાફ કે જેઓ ટ્રાફિક નિયમન કરવા માટે ઊભા હતા તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા. પોલીસે તપાસ કરતા ચારેય ઇસમો રીક્ષા ચાલક હતા અને પેસેન્જર બેસાડવાના મુદ્દે ઝઘડો કરી રહ્યા હતા. પોલીસે રીક્ષા ચાલક અબ્દુલ લજીત હમીદ શેખ, અયુબ કાદીરભાઇ શેખ, સમીર મુનાફ શેખ અને મુનાફ કાદીરભાઇ શેખ તમામ રહે. મસ્જીદ ફળિયું, નાનાપોંઢાની સુલેહ શાંતિના ભંગ બદલ આઇપીસી 160 મુજબ અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો