ધરપકડ:વાપીમાં બાઇકની ચોરી કરી પેટ્રોલ પત્યા બાદ ગમે ત્યાં સંતાડી દેનારા ચાર ઝડપાયા

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટાઉન પોલીસે વાપી તેમજ દમણથી ચોરેલ 14 બાઇક કબજે કરી તપાસ હાથ ધરી

વાપી ટાઉન પોલીસે વાપી તેમજ દમણ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરનારા 4 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી કુલ 14 બાઇક કબજે કર્યા છે. આરોપીઓ બાઇકની ચોરી કરી પેટ્રોલ પતી જતા તે ગાડી ગમે ત્યાં છોડીને બીજી બાઇકની ચોરી કરતા હતા.જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલા અને વાપી વિભાગના ડીવાયએસપી વી.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ વાપી ટાઉન પોલીસ મથકના પીઆઇ આર.ડી.મકવાણા અપોકો ગનુભાઇ, અપોકો રજનીકાંત રમેશભાઇ, લોકરક્ષક કનકસિંહ દોલુભા તથા ક્રિપાલસિંહ સાથે પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાપી જુના રેલવે ગરનાળા બહાર દેસાઇવાડ તરફ જતા રોડ ઉપર એક યુપી પાર્સિંગની બાઇકને અટકાવી ચાલક શિવમ કુંદન પટેલ રહે.છીરી રામનગર અને અભિષેક ઉર્ફે મીલન વિનોદસિંહ ચંદેલ રહે.છીરી જલારામનગર તેમજ તેમની સાથે એક્ટિવા નં.જીજે-15-એજી-3038 પર આવતા સંજય શંભુપ્રસાદ જયસ્વાલ રહે.છીરી રામનગર અને પાછળ બેસેલ બાળકિશોરને અટકાવી આધાર પુરાવા અંગે પૂછપરછ કરતા તે ગાડીઓ ચોરીના હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે સઘન પૂછપરછ કરતા વાપી ટાઉન, જીઆઇડીસી, ડુંગરા તેમજ દમણ કોસ્ટલથી ચોરેલ 14 બાઇક આરોપીઓ પાસેથી કબજે કરાઇ હતી. આરોપીઓ બાઇક-મોપેડની ચોરી કરી પેટ્રોલ પત્યા બાદ તેને સંતાડીને અન્ય ગાડીઓની ચોરી કરી ફરાર થઇ જતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...