તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી પોલીસની કાર્યવાહી:ઓરીસ્સાથી 16 કિલો ગાંજો લાવતા પિતા-પુત્ર સહિત 4 ઝડપાયા; કારમાં 1700 કિમી અંતર કાપી વાપી આવ્યાં હતાં

વાપી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
આરોપીઓની તસવીર - Divya Bhaskar
આરોપીઓની તસવીર
 • એસઓજીએ 11.79નો મુદ્દામાલ કબજે લીધો હતો

ઓરીસ્સાથી ગુજરાતના વાપી ખાતે કારમાં ચોરખાના બનાવી ગાંજા લાવતા 4 ઇસમોની એસઓજીએ ગીતાનગરથી ધરપકડ કરી રૂ.11.79 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં નાર્કોટીક્સ પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા ઇસમો પર કાર્યવાહી કરી આ પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબુદ કરવા માટે આઇજી ડો.એસ.પી.રાજકુમાર અને જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાએ આપેલ સુચના મુજબ એસઓજી શાખાના પીઆઇ વી.બી.બારડ તેમની ટીમ સાથે શનિવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન પો.કો.અરૂણ સીતારામને મળેલી બાતમીના આધારે વાપી ગીતાનગર માનસી હોટલ પાછળ આવેલ મેજેસ્ટીક હોમ સોસાયટીના કમ્પાઉન્ડમાં વોચ ગોઠવી ઇનોવા કાર નં.જીજે-15-સીએ-7101માં ચકાસણી કરતા તેમાં બનાવેલ ચોરખાના માંથી 16.241 કિલો ગ્રામ ગાંજો કિં.રૂ.1,62,410 મળી આવ્યો હતો.

જ્યારે કાર સાથે પકડાયેલા 4 આરોપી પાસેથી 4 મોબાઇલ કિં.રૂ.8000, તથા રોકડા રૂ.8,800 અને કારની કિં.રૂ.10,00,000 ગણી કુલ રૂ.11,79,210નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપાઇ હતી. આ રેઇડમાં એસઓજી પીઆઇ સહિત પીએસઆઇ કે.જે.રાઠોડ, પીએસઆઇ અમીરાજ સિંહ જે. રાણા, અહેકો પ્રવીણ કિરસન યાદવ, અહેકો પ્રતાપદાન જીલુભાઇ ગઠવી, અહેકો ભાવેશ મગન પ્રણામી, હેકો સયદ બાબન ભાઇ સહિતના એસઓજી સ્ટાફની ટીમ જોડાઇ હતી.

આ આરોપીઓ ગાંજા સાથે ઝડપાયા
એસઓજીએ ઇનોવા કારમાં ગાંજા સાથે આરોપી શરીફ મોહંમદ સલીમ શેખ રહે.વાપી ગીતાનગર મેજેસ્ટીક હોમ બિલ્ડીંગ, અબ્દુલ રહેમાન જબ્બાર ખલીફા રહે.ગીતાનગર રામધારી ચક્કી આગળ સુનીલની ચાલી, મુરલીધર ઉર્ફે પપ્પુ દેવરાજ શેટ્ટી રહે.ઓરીસ્સા અને પ્રફુલ્લા ઉર્ફે પરૂ સનીયા શેટ્ટી રહે.ઓરીસ્સા ની ધરપકડ કરી છે.

કુખ્યાત આરોપી માત્ર નામનો શરીફ
ગીતાનગરમાં રહેતો આરોપી શરીફ મોહંમદ માત્ર નામનો શરીફ છે. વર્ષ 2019માં ભીલાડ ચેકપોસ્ટ પાસેથી 60 કિલો ગાંજામાં શરીફની ધરપકડ થઇ હતી. જ્યારે વર્ષ 2020માં 15 કિલો ગાંજા કેસમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ છે. તેમજ આરોપીના પિતા સલીમ મોહંમદ શેખની પણ વર્ષ 2016માં વાપી ટાઉન અને ભીલાડ પોલીસમાં એનડીપીએસના ગુનામાં એસઓજી દ્વારા ધરપકડ કરા હતી.

અન્ય આરોપીઓની આ ભૂમિકા હતી
આરોપી અબ્દુલ રહેમાન શરીફ સાથે મળી ગાંજાની હેરાફેરી અને વેચાણ કરે છે. આરોપી મુરલીધર અને પ્રુફુલ્લા ઓરીસ્સાના ગંજામ જિલ્લાથી ગાંજાનો જથ્થો ઇનોવા કારમાં ડ્રાઇવર અને ક્લીનર સીટની નીચેના ભાગે તથા ડીકીમાં ચોરખાના બનાવી આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર થઇ 1700 કિ.મી. અંતર કાપી વાપી લઇ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો