કાર્યવાહી:મોટી તંબાડીમાં મંદિરના ટ્રસ્ટી- સભ્યને મારનારા ચારની ધરપકડ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મીટિંગમાં આવી લાકડાથી મારતા ફરિયાદ થઇ હતી

વાપી નજીક મોટી તંબાડીમાં હનુમાન જયંતિ માટે મીટિંગ કરતા ટ્રસ્ટી અને સભ્યને ઢીકમુક્કીનો માર મારી લાકડાથી હુમલો કરનારા ચાર આરોપીની ડુંગરા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. વાપી નજીક મોટી તંબાડીમાં આવેલ પંચમુખી હનુમાન મંદિરના ટ્રસ્ટી દિલીપભાઇ પટેલ અન્ય સભ્યો સાથે શુક્રવારે હનુમાન જયંતિની તૈયારી માટે વાતચીત કરી રહ્યા હતા.

તે દરમિયાન ગામના રામુ મકન પટેલ, ગણેશ શુક્કર પટેલ, ગોપાલ શુક્કર પટેલ તથા રાજેશ્વરી યોગેશ પટેલ ત્યાં આવ્યા હતા અને ટ્રસ્ટી તથા સભ્યો સાથે બોલાચાલી કરતા તેઓને સમજાવવા જતા ઉશ્કેરાઇને ઝપાઝપી બાદ ટ્રસ્ટી દિલીપભાઇને ઢીકમુક્કીનો માર મરાયો હતો.

જ્યારે વચ્ચે પડેલા સભ્ય મુકેશભાઇને લાકડાથી હાથ અને માથાના ભાગે માર મારતા બનાવ અંગે ડુંગરા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે સ્થળ ઉપર પહોંચી મોડી સાંજે ચારેય આરોપીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મારામારી બાદ પણ મોટી તંબાડીના આ મંદિરે શનિવારે હનુમાન જન્મોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...