તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખદ:મોટાપોંઢાના માજી સરપંચનું વેન્ટિલેટરના અભાવે મોત

વાપી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
મૃતક રામજીભાઈ - Divya Bhaskar
મૃતક રામજીભાઈ
 • વલસાડ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

વાપીની ખાનગી હોસ્પિટલમાં વૃધ્ધનું વેન્ટિલેટર ન મળતાં મોત થયુ હતું,આ ઘટનાના બીજા દિવસે શનિવારે મોટાપોંઢાના માજી સરપંચ અને વકીલની તબિયત વધુ લથડતા વલસાડની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટરની જરૂર પડી હતી. વેન્ટિલેટર ન મળતાં તેમનું નિધન થયુ હતું. હજુ પણ જિલ્લાની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો અને વેન્ટિલેટર ઘટી રહ્યા છે.કપરાડા વકીલ મંડળના પ્રમુખ અને મોટોપોંઢાના માજી સરપંચ રામજીભાઇ પટેલની તબિયત લથડતા તેમને વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતાં.

અહી કોરોનાની સારવાર ચાલી રહી હતી, પરંતુ તેમનું ઓક્સિજન લેવલ સતત ઘટતાં વેન્ટિલેટરની જરૂર પડી હતી.બીજી તરફ વેન્ટિલેટર પર અન્ય દર્દીઓ હોવાથી તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ થઇ શકી ન હતી. પરિવારજનોએ વેન્ટિલેટરવાળી હોસ્પિટલમાં ખસેડવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ શનિવારે રામજીભાઇ પટેલે અંતિમ શ્વાસ લીધો હતો. શુક્રવારે વાપીની ખાનગી હોસ્પિટલમાં પણ એક વૃધ્ધે વેન્ટિલેટરના અભાવે જીવ ગુમાવ્યો હતો. મે મહિનાની શરૂઆતમાં પણ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન અને વેન્ટિલેટર ઘટી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો