રાહત:ભૂતપૂર્વ PM સ્વ.મોરારજી દેસાઇના વતન ભદેલીનું PHC બન્યું આકર્ષણનું કેન્દ્ર

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ.મોરારજી દેસાઇન વતન ભદેલીના PHCમાં સુંદર રંગોથી સજ્જ અને સરકારે નક્કી કરેલા લોગોનું ચિત્રાંકન અને સુંદર ડિઝાઇનો નિહાળી દર્દીઓનું મન હળવું થઇ જાય તેવું બન્યું છે. આયુષ્યમાન ભારત હેઠળ કેન્દ્ર સરકારે તબીબી સેવાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર ઉપલબ્ધ કરાવી ગામડાઓના દર્દીઓને રાહતનું કાર્ય કર્યું છે. PHCના ડો.ઉર્વશી એન.મહેતા પ્રસુતાઓ, બાળકો, શરદી ખાંસી તાવના પ્રાથમિક સારવાર આપે છે.

આ 6 લોગોનું સુંદર ચિંત્રાકન

  • 1. મેટરનલ હેલ્થ સેવા (માતા અને ગર્ભવતી મહિલાઓ માટે)
  • 2. બાળ આરોગ્ય સેવા અને રસીકરણ
  • 3. માનસિક અને શારીરિક ચૂસ્તતા માટે યોગા અને મેડિટેશન
  • 4. ડાયાબિટિસ અને હાયપર ટેન્શન તથા ટેલિમેડિસિન
  • 5. જીડીઆટ્રીક ઓપીડી
  • 6. હેલ્થ એજ્યુકેશન
અન્ય સમાચારો પણ છે...