આક્ષેપ:વાપીની વેલસ્પનના પૂર્વ પ્લાન્ટ ડિરેક્ટરે હલકી કક્ષાનો કપાસ ખરીદ્યાનો આક્ષેપ

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરી પકડાતા મેનેજરને રાજીનામું આપવા મજબૂર કરી મારી નાખવાની ધમકી

વાપી મોરાઇ સ્થિત વેલસ્પન કંપનીમાં અગાઉ મેનેજર તરીકે નોકરી કરતા યુવકે પ્લાન્ટના ડિરેક્ટર સામે હલકી ગુણવત્તાનો કપાસ ખરીદી પકડાઇ જતા આ આરોપ તેની સામે ઢોળી દઇ તેની પાસેથી રાજીનામું લેવા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

હિંમતનગરમાં રહેતા આનંદ દત્તાત્રેય કુલકર્ણી ઉ.વ.47એ શનિવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2010માં તેઓ વાપી મોરાઇ સ્થિત વેલસ્પન ઇન્ડીયા લીમીટેડ કંપનીમાં સીનીયર મેનેજર તરીકે જોડાયા હતા. જ્યાં ક્વોલિટી તરીકે કંપની દ્વારા ખરીદેલ કપાસ અને યાર્નના નમુનાઓના ગુણવત્તાના પરીક્ષણ માટેની જવાબદારી તેમની હતી. સારી કામગીરીને જોઇ વર્ષ-2014-16માં એટીએમ અને ડીજીએમ તરીકે તેમને બઢતી અપાઇ હતી. ઓગષ્ટ-2018માં લક્ષ્મી નારાયણ કૌશિક વાપીના પ્લાન્ટના ડિરેક્ટર અને બિઝનેસ હેડ તરીકે કંપનીમાં જોડાયા હતા.

રગ્સ અને ટેરી ટુવાલના ઉત્પાદનની સાથે સાથે કપાસની ખરીદીની જવાબદારી તેમને સોંપાઇ હતી. જે બાદથી તેઓ ખૂબ જ નિરંકુશ બન્યા હતા. વેલસ્પન કંપનીના કપાસ ખરીદીના વાઇસ પ્રેસીડેન્ટ મહેન્દ્ર રાઠી રહે.નાગપુર મહારાષ્ટ્ર એ કૌશિક સાથે મેળાપીપણું કરી મહેન્દ્રના કનેક્શન વાળાઓથી MECH-1 પ્રકારનો કપાસ ખરીદવાનું નક્કી કરતા હલકી ગુણવત્તાના કારણે કંપનીને ખરાબ અનુભવ થયો હતો. જેની ચેતવણી આપવા છતાં કોઇ પણ ધ્યાન આપ્યા વિના તેમણે મેક-1 કપાસની 1200 ગાસડીની ખરીદી કરી હતી.

કંપની પાસે કપાસના સપ્લાયર ઘણા સારા હોવા છતાં એલ.એન.કૌશિક અને મહેન્દ્ર રાઠીએ મળી ખરાબ ક્વોલિટી આપનારા નવા સપ્લાયર સાથે ખરીદી ચાલુ રાખી હતી. જે ચોરી કંપનીએ પકડી પાડતા આ અંગે ફરિયાદીને ધમકી આપી આ ભૂલ તેણે પોતે કરી છે તેમ સ્વીકારી રાજીનામું આપવા ધમકી અપાઇ હતી.

નાણાંકીય લાભની ઓફર કરાઇ હતી
ફરિયાદીએ જણાવ્યું છે કે, ચોરી પકડાઇ જતા આરોપી લક્ષ્મીનારાયણએ તેને ઓફિસમાં બોલાવી હલકી ગુણવત્તાનો કપાસ ખરીદ કરવાનું કામ તેના ઉપર ઢોળી અને નાણાકીય લાભની ઓફર કરેલ પરંતુ તે સ્વીકાર ન કરતા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી રાજીનામુ આપવા મજબૂર કર્યો હતો. અંજાર પ્લાન્ટમાં તપાસમાં મામલો બહાર આવ્યો.

અન્ય સમાચારો પણ છે...