તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજીનામું:પારડીમાં ભાજપના પૂર્વ મહામંત્રીનું ગંભીર આક્ષેપો સાથે રાજીનામું

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પારડી શહેર ભાજપના માજી મહામંત્રી વિવિધ આક્ષેપો સાથે ભાજપ સંગઠનને રાજીનામુ મોકલી આપતાં રાજકારણમાં ગરમાટો વ્યાપી ગયો હતો. આમ આદમી પાર્ટીમાં જોડાઇ તેવી અટકળો પણ શરૂ થઇ ગઇ છે.

પારડી શહેર ભાજપ માજી મહામંત્રી વિજય રતનચંદ શાહે જિલ્લા ભાજપ સંગઠનને લેખિતમાં આપેલા રાજીનામાં જણાવ્યું હતું કે હું 1972થી રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ(આરએસએસ)માં શીશુકાળથી સદસ્યો હતો અને છું. ભાજપ પાર્ટીંમાં 1992થી એક સંનિષ્ઠ કાર્યકર તરીકે કામ કરતો હતો. ભાજપમાં સંનિષ્ઠ કાર્યકરોની કોઇ જરૂરિયાત નથી. માત્ર પૈસાદાર અને હાજી જી કહેવાળાનું વર્ચસ્વ અને પક્ષ વિરોધી કામગીરી કરનારાઓને મહત્વ અપાતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતાં.

વડાપ્રધાન મોદીની છબિ બગડે તેવું જોઇ શકું તેમ ન હોવાથી રાજીનામુ આપી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ અંગે પુછતાં શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલે જણાવ્યું હતું કે કયા કારણે રાજીનામુ આપ્યું તે ખબર નથી, પરંતુ તે અમારી સાથે છે અને જોડાયેલા છે. આમ વિજય શાહના રાજીનામાથી રાજકીય માહોલમાં ગરમાટો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...