સામાન્ય સભા:વાપી પાલિકાની નવી સમિતિઓની રચના મકરસંક્રાંતિ બાદ તરત જ

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17 જાન્યુ.એ સામાન્ય સભાની સંભાવના, આજે એજન્ડા બહાર પડશે

વાપી પાલિકામાં નવા પ્રમુખ તરીકે કાશ્મીરાબેન શાહ,ઉપપ્રમુખ તરીકે અભય શાહ અને કારોબારી તરીકે મિતેશ નવીનત દેસાઇના નામની જાહેરાત થઇ હતી. ત્યારબાદ કમુરતાના કારણે નવી સમિતિની રચનના થઇ શકી ન હતી. હવે 14 જાન્યુઆરી પછી કમુરતા પૂર્ણ થઇ રહ્યાં છે. જેથી નવી સમિતિની રચના માટેની કવાયત ચાલી રહી છે.પાલિકાના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 17 જાન્યુઆરી પાલિકાની સામાન્ય સભા મ‌ળી શકે છે. આ સભાનો એજન્ડા ગુરૂવારે બહાર પડશે. નવી સમિતિની રચના બાદ અટકેલા કામોને વેગ મળશે.

બીજી તરફ પાલિકાની નવી સમિતિમાં કોને કઇ સમિતિમાં સ્થાન મળશે જેને લઇ ભારે ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વોટર વર્કસ ચેરમનમાં અનુભવી વ્યકિતનો સમાવેશ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રમુખ અને કારોબારીની એક જ વોર્ડમાંથી જાહેરાત કરાતાં હવે બાકી તમામ વોર્ડને ન્યાય મળે તે માટે સમિતિની રચના કરાઇ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

ભાજપ સંગઠનમાં નવા હોદેદારોની નિમણંૂક થશે
ચૂંટણીમાં ટિકિટ મેળવવા કે પરિવારજનોને ટિકિટ અપાવવા 7 હોદેદારોએ રાજીનામા આપ્યા હતાં. જેમના સ્થાને નવાની વરણી માટે શહેર ભાજપે બે વખત નામો મોકલ્યાં છે. હવે ગણતરીના દિવસોમાં જ નામોની જાહેરાત થવાની છે. જો કે શહેર ભાજપે મોકલેલા નામોમાં ફેરબદલ થશે એવું સુત્રો જણાવી રહ્યાં છે. એક નેતાએ પક્ષવિરોધી કામગીરી કરનારને સ્થાન આપવા રજૂઆત કરી હોવાનું પણ કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...