તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાપના:કંપનીઓ વધતાં વાપી તાલુકામાં બીજા ઔદ્યોગિક સંસ્થાની રચના

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીઆઇએ બાદ હવે મોરાઇ ઇન્ડસ્ટ્રીઝ એસો.ની સ્થાપના

વાપી નજીક મોરાઇ તથા આજુબાજુના બલીઠા,વટાર, કુંતા, સલવાવ, ચલા અને ટુકવાડા વગેરે વિસ્તારમાં ઘણા નાના મોટા ઉદ્યોગો છેલ્લા 30 વર્ષમાં સ્થપાયા છે. આ બધા ઉદ્યોગોના પ્રતિનિધિત્વ કરે તેવા સંગઠનની જરૂરિયાત વચ્ચે તાજેતરમાં મોરાઇ ઇન્ડસ્ટ્રીઝ એસોશિયનની સ્થાપના કરાઇ છે. ટુકવાડા અવધ યુટોપિયા ખાતે સભા યોજવામાં આવી હતી. સભાના મુખ્ય મહેમાન તરીકે પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ,સાંસદ ડો.કે.સી.પટેલ, વાપી વીઅાઇએ પ્રમુખ કમલેશ પટેલ, તથા કારોબારી સભ્યો હાજર રહ્યા હતાં.

આ પ્રસંગે મોરાઇ ઇન્ડસ્ટ્રીઝ એસોશિયના પ્રમુખ તરીકે ગૌતમ શાહ અને કારોબારી સભ્યો, ઉપપ્રમુખ મુકેશસિંહ ઠાકુર, માનદ મંત્રી નવલ બંસલ,સહમંત્રી કન્હૈયાલાલ અગ્રવાલ,ખજાનચી યોગેશ પટેલ,જમેશેદ પંથકી,ભરત પટેલના પ્રયત્નોને ઉદ્યોગ જગતના વરિષ્ઠ નેતૃત્વને બિરદાવ્યુ હતું. વાપી તાલુકામાં હવે વીઆઇએ બાદ મોરાઇ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરવામાં આવી છે. વીઆઇએમાં બે જુથોના કારણે વિવાદો સતત બનતા રહે છે. હવે મોરાઇ ઇન્ડસ્ટ્રીઝ એશો. પર સૌની મીટ છે.

અન્ય સમાચારો પણ છે...