તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા-વસુલાત:સૌ પ્રથમ વખત વાપી નગર પાલિકાની વેરા-વસુલાત 95.81 ટકા સુધી પહોંચી

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વાપી પાલિકાએ 31 માર્ચ પૂર્વે વેરા વસુલાતની કામગીરી તેજ કરી છે. આ વર્ષે મિલકત ધારકોને માફી યોજના (રિબેટ) સરકારે આપતાં સારો પ્રતિસાદ મળ્યો હતો. માર્ચ માસ પૂર્ણ થ‌વા પૂર્વે પાલિકાએ 95.81 ટકા વેરા વસુલાત કરી દીધી છે. કુલ 12.56 કરોડના માંગણા સામે 11.92 કરોડની વસુલાત થઇ જતાં પાલિકાની આવકમાં વધારો નોંધાયો છે. જો કે છેલ્લા થોડા વર્ષોથી સ્લમ વિસ્તારના કેટલાક મિલકત ધારકો વેરો ન ભરતાં દર વર્ષે 85 થી 90 ટકા જેટલી વેરા વસુલાત નોંધાતી હતી.વાપી પાલિકા વિસ્તારમાં કુલ 75 હજાર કરતાં વધુ રહેણાંક અને કોર્મશિયલ મિલકત ધારકોનો સમાવેશ થાય છે.

પાલિકાએ નાણાંકીય વર્ષની શરૂઆતમાં મિલકત ધારકો માટે રિબેટ (વળતર) યોજનાની જાહેરાત કરાઇ હતી. પરિણામે મિલકત ધારકોએ પણ ઉત્સાહ દર્શાવ્યો હતો. આ ઉપરાંત પાલિકાએ મોટી વેરાની બાકી રકમ વાળા મિલકત ધારકોની યાદી બનાવી હતી. પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ,ચીફ ઓફિસર દર્પણ ઓઝાના માગદર્શન હેઠળ 2 હજારથી વધુ મિલકત ધારકોને નોટિશ અપાઇ હતી.

હાલ પાલિકાના કુલ 12.56 કરોડના માંગણાં સામે 11.92 કરોડ વસુલાત કરતાં 95.81 ટકા લક્ષ્યાંક પૂર્ણ થયો છે. 31 માર્ચ પૂર્વે પાલિકાએ સૌ પ્રથમ વખત 95.81 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવામાં સફળતા મેળવી છે. જો કે પાલિકા વેરા વસુલાત વિભાગની ટીમ હજુ પણ વેરા વસુલાત માટે મિલકત ધારકોને અનુરોધ કરી રહી છે.

ગત વર્ષેની 89.83 ટકા વસૂલાત નોંધાઇ હતી
ગત વર્ષે પાલિકાએ 89.83 ટકા વેરા વસુલાત કરી હતી. આ વર્ષે 95.81 ટકા વસુલાત થઇ ચુકી છે. છેલ્લા પાંચ-છ વર્ષની તુલનાએ આ વર્ષે વેરા વસુલાત વધુ થઇ છે. રિબેટ યોજના અને ઝૂંબેશના કારણે આ સફળતા મેળવી છે. > દર્પણ ઓઝા,ચીફ ઓફિસર,વાપી પાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો