જાગૃતિ અભિયાન:60 વર્ષમાં પ્રથમ વખત 15 થર્ડ જેન્ડરનું મતદાન , મારિયાનું જાગૃતિ અભિયાન

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં ચંૂ ટણીમાં વલસાડ જિલ્લામાં એક પણ ટ્રાસ જેન્ડર મતદાતા નોંધાયા ન હતા

ભાસ્કર ન્યૂઝ । વાપી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર કુલ 13.26 લાખથી વધુ મતદારો 1 ડિસેમ્બરે મતદાન કરશે. જેમાં આ વખતે સૌ પ્રથમ વખત 15 જેટલા થર્ડ જેન્ડર મતદાતાઓ મત્તાધિકારનો ઉપયોગ કરશે.જેમાં કપરાડા વિસ્તારના 5,વાપી તાલુકાના 5 મળી કુલ 15 જેટલા થર્ડ જેન્ડર મતદાતાઓ મતદાન કરશે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં એક પણ થર્ડ જેન્ડર મતદાતા નોધાયા ન હતાં,આ વખતે એકી સાથે 15 ટ્રાન્સ જેન્ડર મતદાતા નોંધાયા છે. ચૂંટણીપંચ દ્વારા થર્ડ જેન્ડરની અલગથી માહિતી રજુ કરવામાં આવી છે. કેટલાક ટ્રાન્સજેન્ડર લોકશાહીની પર્વની ઉજવણી માટે પણ આગળ આવ્યાં છે. મતદાન જાગૃતિ માટે પણ પ્રચાર કરી રહ્યાં છે. આમ વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક પર કુલ 15 ટ્રાન્સજેન્ડરો મતદાન કરી મતદાતાઓને વધુમાં વધુ મતદાન માટે અનુરોધ કરશે. મહારાષ્ટ્રમાંથી 1960માં વિભાજન થયા બાદ 1962માં પ્રથમ ચૂંટણી થઇ હતી. 60 વર્ષના લાંબા સમય પછી જિલ્લામાં થર્ડ જેન્ડર મતદાર નોંધાયા છે.

નિષ્પક્ષ રીતે લોકશાહીના પર્વમાં જોડાવો હું એક ટ્રાન્સજેન્ડર નાગરિક છુ, લોકશાહીમાં શ્રદ્ધા રાખીને મતદાન કરીશ. તમામ મતદારોને લોભ-લાલચ કે કોઇ પણ વ્યક્તિના દબાણમાં આવ્યા વિના નિર્ભય બની નિષ્પક્ષ રીતે લોકશાહીના મહા પર્વમાં જોડાવવું જોઇએ.હું અમને મળેલા અધિકારનો ઉપયોગ કરીને મતદાન કરીશ.100 ટકા મતદાન માટે અપીલ કરુ છું.

વધારે મતદાન માટે પ્રચાર

આ વખતે ચૂંટણીપંચ દ્વારા વધારેમાં વધારે મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં અાવી રહ્યાં છે.ચૂંટણીપંચ દ્વારા ટ્રાન્સજેન્ડરોને આ વખતે મહત્વ આપવામાં આવી રહ્યું છે.રાજયમાં અનેક સ્થળોએ મતદાન જાગૃતિ માટે ટ્રાન્સજેન્ડરોને પણ કામગીરી સોંપી છે.વલસાડ જિલ્લામાંથી સોશિયલ મિડિયામાં મતદાન જાગૃતિ માટે ટ્રાન્સજેન્ડર મારિયા પંજવાનીએ એક વિડિયો શેર કર્યો છે. > મારિયા પંજવાની , ટ્રાન્સજેન્ડર,વાપી

અન્ય સમાચારો પણ છે...