તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:યુટ્યુબના પત્રકાર બની કારમાં લિફ્ટ આપી રૂપિયા ચોરતી ગેંગના 5 ઝડપાયા

વાપી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • SOGએ વોઇસ માઇક, 24 ન્યૂઝ-ક્રાઇમ ન્યૂઝના 7 પ્રેસ કાર્ડ કબજે કર્યા

એસઓજી પીઆઇ વી.બી.બારડ અને તેમની ટીમ મંગળવારે ભીલાડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. તે દરમિયાન અહેકો પ્રવીણકુમાર યાદવ અને પોકો સહદેવસિંહ રાઠોડ તથા પોકો કુલદિપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે ભીલાડ નરોલી ચેકપોસ્ટ પાસેથી પાંચ શકમંદોને એક ઝાયલો કાર નં.જીજે-05-સીપી-9445 કિં.રૂ. 5 લાખ સાથે પકડી પાડી રોકડા રૂ.21,500 તથા 4 મોબાઇલ કિં.રૂ.21,000 મળી કુલ રૂ.5,42,500નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પૂછપરછમાં આરોપીઓએ જણાવેલ કે, થોડા દિવસ અગાઉ ડુંગરા પોલીસ હદ વિસ્તારમાંથી તેમણે એક યુવકને કારમાં લિફ્ટ આપી તેના ખિસ્સામાંથઈ રૂ.1.20 લાખ કાઢી ફરાર થઇ ગયા હતા.

ખિસ્સા કાપતી ગેંગના આ ઝડપાયા
આરોપી ચાલક હાસીમ શબ્બીર સૈયદ, ફિરોઝ યાસીન શેખ ઉ.વ.35 , સમદ ઉર્ફે ઇમરાન યુસુફ શેખ ઉ.વ.35, જહુર સરદાર ખાન ઉ.વ.35 અને મોહસીનહુસેન હુસેનમહમદ ઉ.વ.32 તમામ રહે. સુરત

આ એમઓથી ચોરી કરતા
આરોપીઓ નેશનલ હાઇવે ઉપર ઝાયલો કાર લઇને નીકળતા અને રસ્તે ઉભેલા રાહદારીઓને ગાડીમાં લિફટ આપી વચ્ચેની સીટમાં બેસાડી વાતોમાં ભોળવી રાખી ખિસ્સામાંથી રૂપિયા સેરવી લેતા અને ત્યારબાદ અધ્ધ વચ્ચે ઉતારીને નાસી જતા હતા. પોલીસે આરોપીઓને પકડતા યુટ્યુબ ચેનલના આઇકાર્ડ બતાવી ગેર માર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો