તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:દમણમાં બિલ્ડિંના ત્રીજા માળે શોર્ટ સરકીટથી આગ

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફલેટમાં રહેતા યુવકો નોકરીએ ગયા હતા

દમણના મશાલ ચોક સ્થિત એક બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા બંધ ફલેટમાં આગથી દોડધામ મચી હતી. દમણ ફાયર બ્રિગ્રેડની ટીમે ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો.\nદમણના મશાલ ચોક સ્થિત દીપાલી બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા એક ફલેટમાં બુધવારે બપોરે અચાનક ધુમાડો દેખાતા સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગ્રેડને કોલ કર્યો હતો.

ત્રણ ફાયર ફાયટર સ્થળ ઉપર પહોંચીને ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઇલેકટ્રીક શોર્ટ સરકીટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ફલેટમાં ચાર યુવકો ભાડેથી રહેતા હતા જે સવારે તાળું મારીને કામ ઉપર નીકળી ગયા હોવાની કોઇ જાનહાનિ થઇ ન હતી. મશાલ ચોક જેવા ભરચક વિસ્તારમાં ધોળા દિવસે બનેલી આગની ઘટનાને લઇને સ્થાનિક રહીશો પણ દોડી આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો