દિવાળીએ આગ:વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલી શાહ પેપર મિલમાં નવા વર્ષના કલાક પહેલાં લાગી ભીષણ આગ, કરોડો રૂપિયાની નુકશાની

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પેપર મિલમાં ભીષણ આગ - Divya Bhaskar
પેપર મિલમાં ભીષણ આગ

વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે આવેલી શાહ પેપર મિલમાં દિવાળીની રાત્રીએ અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. શાહ પેપર મિલમાં કરોડો રૂપિયાના પેપરનો જથ્થો મુકેલો હતો. જે બળીને ખાખ થઈ ગયો હતો. આગની ઘટનાની જાણ વાપી GIDCના ફાયર ફાઈટરની ટીમને થતા તાત્કાલિક ઘટમાં સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મેજર ફાયર કોલ જાહેર કરીને આજુબાજુના વિસ્તારોમાંથી ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી છે.

વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે આવેલી શાહ પેપર મિલમાં દિવાળીની રાત્રે અચાનક આગ.લાગવાની ઘટના બની હતી. શાહ પેપર મિલમાં આગ લાગવાની ઘટના બનતા આજુબાજુના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને કંપની સંચાલકોએ વાપી GIDC ફાયર ફાઈટરની ટીમને બનાવની જાણ કરી હતી. વાપી GIDC ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી મેજર ફાયર કોલ જાહેર કર્યો હતો.

આજુબાજુના વિસ્તારોમાંથી ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી હતી. વાપીની શાહ પેપર મિલમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કરણ હજુ જાણી શકાયું નથી. આગ ઉપર કાબુ મેળવ્યા બાદ FSLની ટીમની મદદ મેળવી આગ લાગવાનું ચોક્કસ કરણ જાણવામાં આવશે તેમ ફાયર વિભાગના જવાનોએ જણાવ્યું હતી