ફરિયાદ:સગા ભાઇએ જ બહેનને બદનામ કરી રૂપિયાની માંગણી કરતા FIR

વાપીએક દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોજ શોખ માટે અવાર નવાર ત્રાસ આપી રૂપિયા માગતો હતો

વાપીમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ચલાવતી મહિલાને તેના સગા ભાઇએ સોશ્યિલ મીડિયા તેમજ સબંધીઓને તેના વિશે ગમેતેમ કહી બદનામ કરતા બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વાપી ગોદાલનગર ખાતે અમરદિપ એપાર્ટમેન્ટમાં રહેતા અને વૈશાલી નજીક બોન વોયેજ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે વેપાર કરતા નિષૃત્તી ધનેશભાઇ શાહ ઉ.વ.40એ બુધવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમનો મોટો ભાઇ પરકીન ધનેશ શાહ વ્રજવાટીકા બિલ્ડીંગ રમઝાનવાડી છરવાડા ખાતે માતા સાથે રહે છે.

તેના મોજ શોખ માટે અવાર નવાર બહેન પાસેથી પૈસાની માંગણીઓ કરતો આવેલ છે. જ્યારે પૈસાની માંગણી પૂરી ન થતા બદનામ કરવાના ઇરાદાથી વર્ષ 2020થી માનસિક ત્રાસ આપતો આવેલ છે. જેમાં 17 સપ્ટેમ્બર 2021ના રોજ વાપી કનેક્ટ નામક ફેસબુક ગ્રુપમાં મારી બેન ચીટર અને ફ્રોડ છે તેવા પોસ્ટ કર્યા બાદ 22 જૂન 2022ના રોજ બદનામ કરવા ઓળખીતા નેહાબેન પુરોહીત તથા દીપેનભાઇ શાહને મોબાઇલમાં પોસ્ટ અને કાગળોના ફોટો પાડી મોકલાવ્યા હતા. સમાજમાં બદનામ કરનાર ભાઇ પરકીન ધનેશ શાહ સામે પોલીસે આઇપીસી 509ની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહિલા સાથે સંબંધ હોવાનું જણાવ્યું
ફરિયાદીના ઓળખીતા શ્રેયશભાઇ રહે.સુરત મંગળવારે તેના ઘરે આવ્યા હતા અને જણાવેલ કે, પરકીન જણાવે છે કે નિષૃત્તી અને કવિતાબેનના આડા સંબંધ છે. તેમજ પરકીને એક ઓડીયો મેસેજ મોકલાવી તેમાં બોલે છે કે, મારી બેન જેન્ટ્સ લોકોને ઘરમાં ઘાલે છે. બીજા વોટ્સએપ મેસેજમાં બેન આઉટ લાઇન છે તેમ લખેલછે. ચારિત્ર્ય અને પવિત્રતાનું અપમાન કરવાના ઇરાદે બદનામ કરનારા ભાઇ સામે કંટાળીને બહેને ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...