તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વાપી GIDCમાં કેમિકલથી લાગેલી આગમાં માલિક સામે FIR

વાપી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જ્વલનશીલ પદાર્થ મૂકી સલામતીના કોઇ પણ સાધનો ન રાખતા પગલા લેવાયા

વાપી જીઆઇડીસીની એક ટ્રેડલીંગ કંપનીમાં થોડા દિવસ અગાઉ કેમિકલના ડ્રમોમાં આગ લાગતા તે આજુબાજુની કંપનીમાં પ્રસરી હતી. વિકરાળ આગને લઇ પોલીસે પ્રથમ જાણવા જોગ ફરિયાદ લઇ શનિવારે ટ્રેડલીંગ કંપનીના માલિક વિરૂદ્ધ જ્વલનશીલ પદાર્થ મૂકી સલામતીના કોઇ પણ સાધનો ન રાખવા બદલ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વાપી જીઆઇડીસીના થર્ડ ફેસમાં આવેલ એચ.પી.પટેલ ટ્રેડલીંગ કંપનીમાં 13 માર્ચના રોજ જ્વલનશીલ કેમિકલ ભરેલા ડ્રમોમાં આગ લાગ્યા બાદ ડ્રમો બ્લાસ્ટ થતા આગે ખુબજ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આજુબાજુની કંપનીમાં પણ તેની ચપેટમાં આવી હતી.

જેથી તમામ કંપનીમાં ભારે નુકસાન થતા પોલીસે પ્રથમ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી સ્થળ ઉપર એફએસએલને બોલાવી તપાસ કર્યા બાદ આરોપી પ્રદિપકુમાર વિષ્ણુ પટેલ દ્વારા કંપનીમાં જ્વલનશીલ પદાર્થો રાખી આજુબાજુની કંપનીને નુકસાન થાય તે જાણવા છતાં સલામતીના કોઇ પણ સાધનો ન રાખી બેદરકારી દાખવતા પોલીસે આરોપી તેના વિરૂદ્ધ આઇપીસી કલમ 278,285,286 અને 427 મુજબનો ગુનો નોંધી આરોપીને જેળના સળિયા પાછળ ધકેલવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો