તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સગર્ભાના આપઘાત કેસમાં મંગેતર અને સાસુ સામે FIR

વાપી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પેટમાં ગર્ભ છે તે મારો નથી કહી લગ્નની ના પાડતા જીવન ટૂંકાવ્યું હતું

મોટાપોંઢાની યુવતિના અઢી માસ અગાઉ કરેલા આપઘાત કેસમાં મૃતકના પિતાએ નાનાપોંઢા પોલીસમાં ભાવિ પતિ અને સાસુ સામે ત્રાસ અને આપઘાતના દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.\nમોટાપોંઢામાં રહેતા અને સેન્ટિંગ મજુરી કામ કરતા પરિવારની 21 વર્ષીય પુત્રી કામિની (નામ બદલ્યું છે) ના લોકડાઉન પૂર્વે બાલચોંઢી ગામે રહેતા પરષોત્તમ છોટુભાઇ પટેલ સાથે સગાઇ કરવામાં આવી હતી. જોકે, લોકડાઉન શરૂ થતાં તેમના લગ્ન થઇ શક્યા ન હતા. આ દરમિયાન ગત 1લી જાન્યુઆરીના રોજ આંબાવાડીમાં કામિનીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં નાનાપોંઢા પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી હતી.

પીએમ રીપોર્ટમાં મૃતક યુવતિના પેટમાં 6 માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આપઘાત કેસના અઢી માસ પછી મૃતકના પિતાએ તેમના ભાવિ થનારા જમાઇ પરષોતમ છોટુભાઇ પટેલ અને સાસુ નીરૂબેન સામે ત્રાસ આપીને આપઘાત માટે દુષ્પ્રેરણા બદલ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ લોકડાઉનમાં પરષોતમ તેની થનારી પત્ની કામિનીને તેમના ઘરે લઇ ગયો હતો.

આ દરમિયાન વારંવાર શારીરિક સુખ માણવાને લઇને કામિની ગર્ભવતિ બની હતી. જોકે, ગર્ભવતિ બન્યા બાદ આરોપી પરષોતમ અને તેમની માતાએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. આખરે પરષોતમે કામિની ઉપર એવો આરોપ લગાવ્યો હતો કે, તારા પેટમાં જે બાળક છે એ મારૂં નથી અન્ય કોઇ છોકરાનું છે. જેથી હવે હું તારી સાથે લગ્ન કરવાનો નથી. ભાવિ પતિએ મુકેલા આક્ષેપ અને ત્રાસથી કંટાળીને ફાસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો