તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેરવર્તન:વાપીની મહિલા પોલીસને કોલર પકડી મારતા અમદાવાદની મહિલા સામે FIR

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • Dysp કચેરીએ હોબાળો કરી પોલીસ સાથે ગેરવર્તન કરી રહી હતી

વાપીના ડીવાયએસપી કચેરીએ અમદાવાદની એક મહિલાએ સોમવારે સાંજે હોબાળો મચાવ્યો હતો. કેબિનમાં મીડિયાકર્મીઓ ઇન્ટરવ્યૂ લેતા હોય મહિલાને અંદર જવા માટે અટકાવવા જતા પોલીસ કર્મીઓ સાથે તેણે બબાલ કરી હતી.વાપી જીઆઇડીસીના WLPRC ગીતાબેન મણીલાલએ મંગળવારે ફરિયાદ નોંધાવી હતી કે, સાંજે પીએસઓએ જાણ કરેલ કે વાપી ડીવાયએસપી કચેરી ખાતે એક સ્ત્રી પોલીસ કર્મીઓ સાથે જોરજોરથી બૂમો પાડી અપશબ્દો બોલી ગેરવર્તન કરતી હોય તાત્કાલિક ત્યાં પહોંચવા કહ્યું હતું. જેથી જીઆરડી સભ્ય જ્યાોતિબેન અને સુરેખા સાથે ત્યાં દોડી ગયા હતા.

જ્યાં અન્ય પોલીસ કર્મીઓ સ્ત્રીને ડીવાયએસપી સાહેબ પ્રેસના માણસોને ઇન્ટરવ્યુ આપે છે જેથી તે પુર્ણ થતા મુલાકાત આપશે તેમ સમજાવી રહ્યા હતા. જે બાદ આરોપી મહિલાએ મહિલા પોલીસને પણ ધમકાવીને કહ્યું હતું કે સાહેબને પહેલા મને મુલાકાત આપવી પડશે હું તેમની રાહ જોવા અહીં આવેલ નથી અને જો ઓફિસમાં જતા અટકાવશો તો તેઓની વર્દી ઉતરાવી દઇશ. સમજાવવા જતા આરોપીએ ફરિયાદી મહિલા પોલીસના યુનિફોર્મનો કોલર પકડી લઇ તેના હાથમાંના મોબાઇલ ફોનથી શરીરે મારવા લાગતા ખભાના ભાગે ઇજા પહોંચી હતી.

જેથી જીઆરડી બહેનોએ તેને પકડી પાડી પોલીસ સ્ટેશને લઇ જઇ પીઆઇએ પૂછપરછ કરતા તેણે જણાવેલ કે, રવિવારે તે ડાભેલથી રીક્ષામાં વાપી આવતી હતી ત્યારે તેમાં બેસેલ ઇસમોએ તેની ચેઇન તોડવાની કોશિશ કરેલ જે બાબતે રજુઆત કરવા ડીવાયએસપી કચેરીએ આવી હતી. આરોપી મહિલા શહેનાઝ જમાલ મલેક ઉ.વ.52 રહે.એ-129 શ્રી રામનગર વેજલપુર અમદાવાદ સામે ગેરવર્તન,અપશબ્દો અને મહિલા પોલીસનો કોલર પકડી મારવા બદલ આઇપીસી કલમ 186,294(બી) અને 332 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો