તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:આખરે વાપી હાઇવે પરની ડ્રેનેજ લાઇનની પાલિકાએ સફાઇ કરાવી

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉકેલવા મથામણ

વાપી શહેરમાં પસાર થતાં નેશનલ હાઇવેની ડ્રેનેજ લાઇનની સફાઇ કામગીરીના અભાવે ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે. જેને લઇ પાલિકાએ નેશનલ હાઇવે ઓથોરોટીને રજૂ્આત કરી હતી. જેના કારણે ગુરૂવારે આઇઆરબીની ટીમે વાપી હાઇવેની ડ્રેનેજ લાઇનની સફાઇ કરી હતી. હવે ચોમાસામાં અહી વરસાદી પાણી ભરાશે કે નહિ તેના પર સૌની મીટ છે.

વાપી પાલિકા વિસ્તારમાં આવતાં નેશનલ હાઇવે અને પાલિકાની ડ્રેનેજ કેટલાક સ્થળોએ જોડાયેલી છે. ચોમાસા પહેલા આ ડ્રેનેજ લાઇનની સફાઇ કરવામાં ન આવે તો વરસાદી પાણીનો ભરાવો થાય છે. સામાન્ય વરસાદમાં વાપી જીઆઇડીસી ચાર રસ્તા ગોવિંદ કોમ્પલેક્ષ રોડ પર વરસાદી પાણી ભરાયા હતાં. પાલિકાએ હાઇવે પરની ડ્રેનેજ સફાઇ માટે નેશનલ હાઇવે ઓથોરોટીને રજૂઆત કરી હતી. જેને લઇ ગુરૂવારે વાપી હાઇવે પર આઇઆરબીની ટીમે ડ્રેનેજ લાઇનની સફાઇ હાથ ધરી હતી. પ્રમુખ વિઠ્ઠલ પટેલે કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.

વાપી-પારડી વચ્ચે અનેક ખાડા
વલસાડ જિલ્લામાં વરસાદનું આગમન થઇ ચુકયુ છે,આમ છતાં વાપીથી પારડી નેશનલ હાઇવે પર ખાડાઓની મરામત કામગીરી પૂર્ણ કરાઇ નથી. પારડી,ઉદવાડા, વાપી હાઇવે પર અમુક સ્થળોએ મોટા ખાડાઓ પડી ગયા છે. રાત્રી સમયે નાના વાહન ચાલકો આ ખાડાઓના કારણે અકસ્માતનો ભોગ બની શકે છે. જેથી આઇઆરબી તંત્ર વાપીથી પારડી સુધીના હાઇવે પર ખાડાઓની તાત્કાલિક મરામત કરાવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...